ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બિગ બોસ ફેમ હસીના છે ખુબ જ સુંદર, WCL ના માલિકે મેદાન પર જ પકડી અને કરી દીધું પ્રપોઝ

સ્પોર્ટસ / બિગ બોસ ફેમ હસીના છે ખુબ જ સુંદર, WCL ના માલિકે મેદાન પર જ પકડી અને કરી દીધું પ્રપોઝ

Last Updated: 08:34 PM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Karishma Kotak: બિગ બોસની પૂર્વ પ્રતિયોગી અને ટીવીની એન્કર કરિશ્મા કોટક ફરી એકવાર ચર્ચામાં આવી છે.

ADVERTISEMENT

Karishma Kotak: બિગ બોસની પૂર્વ પ્રતિયોગી અને ટીવીની એન્કર કરિશ્મા કોટક ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે લાઈવ ક્રિકેટ ઇવેન્ટ દરમિયાન મળેલા અણધાર્યા પ્રપોઝને કારણે તે ચર્ચામાં આવી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 ની ફાઇનલ પછી એક એવી ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ જેણે દર્શકો અને સોશિયલ મીડિયા યૂજર્સ બંનેને ચોકાવી દીધા છે.

ડબલ્યુએલસી 2025 ની ફાઇનલ મેચ બ્રિટનના ઐતિહાસિક એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં દક્ષિણ આફ્રિકન ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને નવ વિકેટથી હરાવીને ટાઇટલ જીતી લીધુ હતું. એબી ડી વિલિયર્સ આ જીતનો હીરો રહ્યો છે, જેણે માત્ર 60 બોલમાં 120 રનની અણનમ ઇનિંગ રમી હતી.

Karishma-Kotak2

પરંતુ બીજી તરફ આ મેચની ચર્ચા એટલા માટે થઇ રહી છે કે એક વીડિયોએ લોકોને હેરાન કરી દીધા છે. આ સાંજની સૌથી ચર્ચિત ક્ષણ મેદાન પર નહીં, પરંતુ મેદાનની બહાર બની. જ્યારે કરિશ્મા કોટક ટુર્નામેન્ટના માલિક હર્ષિત તોમરનો ઇન્ટરવ્યૂ લઈ રહી હતી, ત્યારે બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. પરંતુ શોના અંતે જ્યારે કરિશ્માએ તેમને પૂછ્યું કે તેઓ આ ટુર્નામેન્ટની સફળતાની ઉજવણી કેવી રીતે કરશે, ત્યારે હર્ષિતના જવાબથી બધા ચોંકી ગયા. તેમણે કહ્યું, 'કદાચ આ બધું પૂરું થયા પછી હું તમને પ્રપોઝ કરી દઉ.'

આ પણ વાંચોઃ યોદ્ધા / દેશ માટે જીવ લગાવ્યો દાવ પર, તુટેલા ખભાની પરવા કર્યા વગર રમ્યો વોક્સ

લાઇવ ટેલિકાસ્ટ પર આપેલા આ નિવેદનથી કરિશ્મા કોટક પણ વિચારતી થઇ ગઈ. તેણે રીપ્લાય આપતા તરત કહ્યું 'હે ભગવાન!' આ ક્ષણ તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ અને કરિશ્મા ફરી એકવાર દર્શકોની નજરમાં આવી ગઈ. કરિશ્મા કોટક એક જાણીતી મોડેલ, એન્કર અને અભિનેત્રી છે. કરિશ્માના પૃષ્ઠભૂમિ વિશે વાત કરીએ તો તે એક ગુજરાતી પિતા અને એક આફ્રિકન માતાની સંતાન છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WCL 2025 Bigg Boss Fame Karishma Kotak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ