બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / દેશ માટે જીવ લગાવ્યો દાવ પર,તુટેલા ખભાની પરવા કર્યા વગર રમ્યો વોક્સ

યોદ્ધા / દેશ માટે જીવ લગાવ્યો દાવ પર, તુટેલા ખભાની પરવા કર્યા વગર રમ્યો વોક્સ

Last Updated: 05:48 PM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ઓવલ ટેસ્ટમાં એક જોરદાર ક્ષણ જોવા મળી. સોમવાર એટલે કે મેચનો છેલ્લા દિવસ, ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે બીજી ઇનિંગમાં બધાનું દિલ જીતી લીધું.તે ગ્રાઉન્ડમાં બેટિંગ કરવા આવતા બધાએ તેને સ્ટેંડીગ ઓવશન આપ્યું.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ટેસ્ટમાં એક ભાવુક પળ જોવા મળ્યો હતો. મેચના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે બીજી ઇનિંગમાં બધાનું દિલ જીતી લીધું હતુ. ભારત સામેની મેચમાં પોતાના દેશને જીત અપાવવા માટે, તૂટેલા ખભા સાથે બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યો હતો. વોક્સને પહેલી ઇનિંગમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજા થઈ હતી. તેના હાથમાં પાટો બાંધવામાં આવ્યો હતો.

ભારતની મેચમાં 6 રને જીત થઈ

વોક્સની આ હિંમતે ઇંગ્લેન્ડને થોડા સમય માટે મેચમાં બનાવી રાખ્યું હતું. ટીમ ઇન્ડિયાએ જોરદાર પ્રદર્શન કર્યું અને છેલ્લા દિવસે ટેસ્ટ મેચ જીતી લીધી. બીજાી ઈંનિગ્સમાં ઇંગ્લેન્ડની ટીમ 367 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે 6 રનથી મેચ જીતી લીધી. આ રીતે સીરીઝ 2-2થી ડ્રો થઈ. આ પહેલા ભારતે પ્રથમ ઈનિગ્સમાં 224 રન અને બીજી ઈનિગ્સમાં 396 રન કર્યા હતા. ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિગ્સમાં 247 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

વોક્સ માટે ટેસ્ટ સીરીઝ આવી રહી

ક્રિસ વોક્સે પહેલી ઇનિંગમાં 14 ઓવર નાખી હતી. તેને 46 રન આપીને એક વિકેટ લીધી હતી.KL રાહુલને બોલ્ડ કર્યો હતો. તે પહેલી ઇનિંગમાં બેટિંગ કરી શક્યો ન હતો. તેને ભારતની બીજી ઇનિંગમાં પણ બોલિંગ કરી ન હતી અને ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો. વોક્સ એક પણ બોલ રમી શક્યો નહીં. તે કોઈ રન બનાવ્યા વગર અણનમ રહ્યો. જેમી ઓવરટનના આઉટ સાથે ઇંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ..

વધુ વાંચો; ઓવલ ટેસ્ટમાં ભારતની રોમાંચક જીત,સીરીઝ 2-2 થી થઈ બરાબર

ભારત VS ઈંગ્લેન્ડ સીરીઝ ડ્રો

ભારતે આ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું. લીડ્સમાં પહેલી ટેસ્ટ હાર્યા બાદ, ટીમે જોરદાર વાપસી કરી અને બર્મિંગહામમાં બીજી ટેસ્ટ મેચ જીતી. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર પહેલી વાર જીત મેળવી હતી. આ પછી, ઈંગ્લેન્ડે લોર્ડ્સમાં વાપસી કરી અને સીરીઝમાં લીડ મેળવી. માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ ડ્રો થઈ ગઈ અને ભારતને સીરીઝનો અંત ડ્રોમાં કરવા માટે ઓવલ ખાતે જીત મેળવવી પડી. તેને એક રોમાંચક મેચ જીતી અને સીરીઝનો ડ્રો માં પરીવર્તીત કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chris Woakes Chris Woakes injury Rishabh Pant
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ