બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / ભારત-પાકિસ્તાન મેચનો દેશભરમાં ઉગ્ર વિરોધ, BCCIની સાથે ભાજપ પર વિપક્ષના પ્રહાર

સ્પોર્ટ્સ / ભારત-પાકિસ્તાન મેચનો દેશભરમાં ઉગ્ર વિરોધ, BCCIની સાથે ભાજપ પર વિપક્ષના પ્રહાર

Published By: Maulik Patel

Last Updated: 04:53 PM, 14 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજના એશિયા કપ મેચને લઈને દેશભરમાં ભારે વિરોધ ઊઠ્યો છે. શહીદોના પરિવારજનો, રાજકીય પક્ષો અને સામાન્ય લોકો આ મેચને લઈ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આજના એશિયા કપ અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ક્રિકેટ મેચ વિવાદાસ્પદ બની ગઈ છે. સમગ્ર દેશમાં મજબૂત વિરોધ જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકો, રાજકીય પક્ષો અને શહીદોની પરિવારજનો આ મેચના યોજનાને લઈ નારાજ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ વિરોધમાં ખુલ્લેઆમ પોસ્ટ્સ શેર કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપાની સાથીપક્ષ એવા શિંદે જૂથના નેતા સંજય નિરુપમે પણ આ મેચ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. સંજય નિરુપમે કહ્યુ હતું કે, “ભારત અને પાકિસ્તાનના સંબંધો કડવા છે.

પાકિસ્તાને હંમેશા આતંકવાદને આશરો આપ્યો છે અને ભારતમાં ઘાતકી હુમલાઓ કર્યા છે. એવા દેશ સાથે ન તો કૂલચરલ સંબંધ હોવા જોઈએ કે ન ડિપ્લોમેટિક અને ન જ રમતો.” તેમણે ઉમેર્યું કે, “બાલાસાહેબ ઠાકરેએ પણ હંમેશા પાકિસ્તાન સામે કઠોર વલણ દાખવ્યું હતું.” અત્યારના પશ્ચિમ બંગાળના ખેલ મંત્રી અને પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ પણ ભારત-પાકિસ્તાન મેચના બહિષ્કારની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, “હું માત્ર આ મેચ જ નહીં, આખા એશિયા કપનો બહિષ્કાર કરું છું. અહીં વાત લોકોની જિંદગીની છે, જે કોઈ રમતમાં વાપરવાની નથી. આજે પણ દેશ આતંકવાદના ભય હેઠળ જીવી રહ્યો છે .

Promo New Parul

પુલવામા, પઠાનકોટ, પહલગામ જેવી ઘટના ભુલાય એવી નથી.” પહલગામ આતંકી હુમલામાં પોતાના પિતા ગુમાવનાર પુણેની અસાવરી જગદાલે પણ આ મેચ પર ગુસ્સામાં છે. તેમણે કહ્યું કે, “હું આ મેચના આયોજનથી ખૂબ નિરાશ છું. હમણાંજ તો છ મહિના પહેલા અથડામણ થઈ હતી અને હવે રમતો યોજાઈ રહી છે. શું દેશપ્રેમ હવે પૈસાથી માપવામાં આવે છે?” આ રીતે ભાવનગરના રહેતા સાવન પરમાર, જેમણે આતંકી હુમલામાં પોતાના પિતા અને ભાઈ ગુમાવ્યા હતા, તેઓ પણ આ નિર્ણયથી અત્યંત વ્યથિત છે. મુંબઈમાં શિવસેના (યુબિટીઆઇ) ની મહિલાઓએ પણ સિંદૂર સાથે વિરોધ દર્શાવ્યો હતો.

વધુમાં વાંચો: ટીમ ઈન્ડિયાનું આજે દુબઈમાં 'ઓપરેશન સિંદૂર', ભારત જીત સાથે કરશે સૂર્યાના બર્થડેની ઉજવણી!

પાર્ટી વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, “મહારાષ્ટ્રની દરેક ગલીએ અમારી બહેનો વિરોધ કરશે. ભારતના વડા પ્રધાનને દરેક ઘરમાંથી સિંદૂર મોકલવામાં આવશે, જે શહીદોની યાદમાં તેમની પ્રતિબદ્ધતા દર્શાવશે.” આ તમામ વિરોધો વચ્ચે પ્રશ્ન ઊભો થાય છે – શું રમત ગમત રાજકીય અને માનવતાવાદી મુદ્દાઓથી અલગ રાખવી જોઈએ? કે દેશની સંવેદનાઓનું પણ માન રાખવું જોઈએ?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Manoj Tiwary Asia Cup Boycott Sanjay Nirupam Match Boycott India vs Pakistan Match Protest

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ