બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:11 PM, 14 January 2026
T20 World Cup 2026: આગામી મહિને 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. આ ટુર્નામેન્ટની શરૂઆતને આડે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. માહિતી પ્રમાણે, T20 વર્લ્ડ કપ પહેલા 15થી વધુ ખેલાડીઓ પર ભારત આવવા પર તલવાર લટકી રહી છે. આ ખેલાડીઓ કોઈ એક ટીમના નથી, પણ અલગ-અલગ ટીમના છે અને તેમના ભારત આવવા પર ખતરો એટલા માટે તોળાઈ રહ્યો છે કારણ કે તેમનું કનેક્શન પાકિસ્તાન સાથે છે. T20 વર્લ્ડ કપ 2026માં 20 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. હાલ આ ટીમોમાંથી જેમાં પાકિસ્તાની મૂળના ખેલાડીઓ નથી, તેમને કોઈ ચિંતા નથી, પણ જે ટીમોમાં પાકિસ્તાની મૂળના ખેલાડીઓ રેગ્યુલર મેમ્બર છે, તેમની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે.
ADVERTISEMENT
ખરાબ સંબંધોને કારણે પાકિસ્તાનની ટીમ પહેલેથી જ ભારત નથી આવી રહી. બાંગ્લાદેશની ટીમ પણ ભારત આવવાની ના પાડી રહી છે. પરંતુ એ પહેલા અન્ય કેટલીક ટીમો માટે પણ સમસ્યા ઊભી થતી દેખાઈ રહી છે કે જ્યારે યુએસએના 4 ખેલાડીઓને વિઝા ન મળવાના સમાચાર આવ્યા. અમેરિકન પેસર અલી ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પરથી ખુલાસો કર્યો કે તેમને ભારત આવવાના વિઝા નથી મળ્યા.
ADVERTISEMENT
According to an Instagram story by USA's Ali Khan, the fast bowler's application for an Indian visa to travel with USA to the T20 World Cup next month has been denied. Shayan Jahangir, Ehsan Adil & Mohammad Mohsin in the same boat. Would be a major blow to USA's Super 8 chances. pic.twitter.com/3FNAJGAKMi
— Peter Della Penna (@PeterDellaPenna) January 13, 2026
અમેરિકન ક્રિકેટ જર્નાલિસ્ટ પીટર ડેલા પેન્યાએ પણ પોતાની પોસ્ટમાં એમ જણાવ્યું કે અલી ખાન સિવાય 3 અન્ય ખેલાડીઓને પણ અત્યાર સુધી ભારતના વિઝા નથી મળ્યા, જેમાં શાયન જહાંગીર, મોહમ્મદ મોહસિન અને અહેસાન આદિલનું નામ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ખેલાડીઓની વિઝા અરજી તેમના પાકિસ્તાન કનેક્શનને કારણે રિજેક્ટ થઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હવે જો આવું છે તો એ બધી ટીમોનું શું, જેમાં ઘણા ખેલાડીઓ પાકિસ્તાની મૂળના છે. સૌથી વધારે મુશ્કેલી તો યુએઈની ટીમ માટે ઊભી થઈ જશે કે જેમાં કેપ્ટન મોહમ્મદ વસીમ સહિત 7 ખેલાડીઓ પાકિસ્તાનમાં જન્મેલા છે. યુએઈ સિવાય ઇંગ્લેન્ડ, ઓમાન, ઇટલી, કેનેડા, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ્સના મળીને કુલ 15થી વધારે ખેલાડીઓ એવા છે, જે પોતપોતાની ટીમોના રેગ્યુલર ખેલાડીઓ છે અને જેમને ભારતના વિઝા મળવામાં મુશ્કેલીઓ પડી શકે છે. એવામાં તેમના ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર અનિશ્ચિતતા છે.
આ પણ વાંચો: Asian Games 2026નું શેડ્યૂલ જાહેર, ભારત સહિત 10 ટીમો વચ્ચે થશે કાંટે કી ટક્કર
ADVERTISEMENT
ભારતના વિઝા કાયદાને લઈને જે ટીમો પર જોખમ તોળાઈ રહ્યું છે, તેમણે હવે ICC પાસેથી મદદ માંગી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, એવી તમામ ટીમોના ખેલાડીઓની વિઝા અરજી જમા કરી દેવામાં આવી છે, પરંતુ હાઇ લેવલ પર હસ્તક્ષેપ વિના સમયસર મંજૂરી મળવી મુશ્કેલ લાગી રહી છે. જે ટીમો પર તલવાર લટકી રહી છે, તેઓ એમ પણ કહી રહ્યા છે કે જો સમયસર સમાધાન ન થયું, તો ઘણા મોટા ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં, જેનાથી ટુર્નામેન્ટના ક્લાસ અને ક્વોલિટી પર અસર પડી શકે છે. સીધા શબ્દોમાં કહીએ તો હવે આ સમગ્ર મામલો ICC માટે મોટો સવાલ બની ચૂક્યો છે, જેનો જવાબ તેને જલ્દી શોધવો પડશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.