બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:48 PM, 5 July 2025
ભારતીય રમતગમત ઇતિહાસના સૌથી સફળ ખેલાડીઓમાંના એક નીરજ ચોપરાના નામે આજે બેંગલુરુમાં એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નામ નીરજ ચોપરા ક્લાસિક 2025 રાખવામાં આવ્યું હતું. નીરજ પોતે આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર ભારતનું ગૌરવ વધાર્યું છે. ચોપરાએ NC ક્લાસિક 2025નો ખિતાબ જીત્યો છે. નીરજ ઉપરાંત, 2 વધુ ભારતીય ખેલાડીઓએ પણ ટોચના 8માં સ્થાન મેળવ્યું છે.
ADVERTISEMENT
NEERAJ CHOPRA WINS NC CLASSIC 2025! 🏆
— The Khel India (@TheKhelIndia) July 5, 2025
- The Winning Throw of 86.18m for G.O.A.T 🐐
pic.twitter.com/nPaJhHuJmk
ભારતમાં પ્રથમ વખત ભાલા ફેંક સ્પર્ધાનું આયોજન
ADVERTISEMENT
ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનારા અનુભવી નીરજ ચોપરાએ આખી દુનિયામાં મોટું નામ કમાવ્યું છે. નીરજ વર્લ્ડ ચેમ્પિયન અને ડાયમંડ લીગ તેમજ ઘણી મોટી લીગ જીતી ચૂક્યા છે. ત્યારબાદ હવે તેમના નામે એક ટુર્નામેન્ટ રમાઈ રહી છે.
ADVERTISEMENT
નીરજ ચોપરા ક્લાસિક 2025 ઇવેન્ટ શનિવાર 5 જુલાઈના રોજ બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં નીરજ ચોપરાએ 86.18 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. બીજા સ્થાને રહેલા જુલિયસ યેગોએ 84.51 મીટર ફેંક્યો હતો. જ્યારે ત્રીજા સ્થાને રહેલા રુમેશ થરંગાએ 84.34 મીટર ફેંક્યો હતો. ભારતમાં પહેલીવાર ભાલો ફેંકવાની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સચિન યાદવ ચોથા નંબરે રહ્યા
નીરજ ચોપરાના સાથી ભારતીય ભાલા ફેંકનાર સચિન યાદવ ચોથા નંબરે રહ્યા. સચિને 82.33મીટર ફેંક્યો છે. એક ભારતીય ખેલાડી પણ ૮મા નંબરે જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: ત્રણ મોર્ડન લાઈફસ્ટાઈલ ટ્રેન્ડ, જે યુવાઓમાં વધારી રહ્યા છે હાર્ટ એટેકનું જોખમ
જેના માટે યશવીર સિંહે 79.65 મીટર ફેંક્યો છે. આ ટુર્નામેન્ટ JSW સ્પોર્ટ્સ, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહી છે. એશિયન ગેમ્સ 2023માં સિલ્વર મેડલ જીતનાર કિશોર જેના ઈજાને કારણે આ ટુર્નામેન્ટનો ભાગ બની શક્યા નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.