ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કારની સફાઈ કરતાં કરતાં હાર્દિક-માહિકાએ કંટ્રોલ ગુમાવ્યો, રોમેન્ટિક વીડિયો થયો વાયરલ

Video / કારની સફાઈ કરતાં કરતાં હાર્દિક-માહિકાએ કંટ્રોલ ગુમાવ્યો, રોમેન્ટિક વીડિયો થયો વાયરલ

Published By: Vidhata Gothi

Last Updated: 09:22 AM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hardik Pandya Mahieka Sharma: નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા પછી હવે હાર્દિક પંડયા માહિકા શર્મા સાથે ખુશ દેખાઈ રહ્યો છે. બંનેનો કાર વૉશ દરમિયાનનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

Hardik Pandya Mahieka Sharma Video: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હવે તેના જીવનના એક નવા તબક્કામાં હોય એવું દેખાઈ રહ્યું છે અને તેઓ ખુશ પણ દેખાઈ રહ્યા છે. વર્ષ 2024માં નતાશા સ્ટેનકોવિકથી તેના છૂટાછેડાની ખૂબ જ ચર્ચાઓ થઈ હતી. હવે ક્રિકેટર મોડેલ અને અભિનેત્રી માહિકા શર્મા સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતો જોવા મળ્યો છે. મંગળવારે, હાર્દિકે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા, જે તરત જ વાયરલ થઈ ગયા. હાર્દિક પંડયાએ શેર કરેલો એક વીડિયો સૌથી વધુ ચર્ચામાં આવી ગયો છે. આ વીડિયોમાં તે માહિકા સાથે કાર વૉશ કરતો દેખાઈ રહ્યો છે, આ વીડિયોમાં બંને હસી રહ્યા છે અને રોમાન્સ કરી રહ્યા છે.

મુશ્કેલ સમયમાંથી પસાર થયો હાર્દિક પંડયા

હાર્દિકે શેર કરેલા કેટલાય ફોટોમાં તે તેના દીકરા અગસ્ત્ય સાથે સમય વિતાવતો જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડયા છેલ્લા કેટલાક સમયથી પરેશાન છે. તેઓ પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં તણાવનો સામનો કરી રહ્યા છે. પત્ની નતાશા સાથે છૂટાછેડા અને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા પછી તેને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ શાનદાર ઓલરાઉન્ડરે T20 વર્લ્ડ કપ જીતમાં તેના મહત્ત્વપૂર્ણ યોગદાનથી ફરીથી બધાના દિલ જીતી લીધા. હવે તે તેના અંગત જીવનમાં પણ આગળ વધી છે.

શું કરે છે હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકા

માહિકા એક પ્રખ્યાત મોડેલ છે. તેણે મનીષ મલ્હોત્રા અને અનિતા ડોંગરે જેવા ટોચના ડિઝાઇનર્સ સાથે કામ કર્યું છે. તે ફિલ્મો અને બ્રાન્ડ પ્રમોશનમાં પણ દેખાઈ ચૂકી છે. હાર્દિક સાથેના તેના સંબંધો હવે ઘણા મજબૂત થયા છે. આ કપલે આ વર્ષની શરૂઆતમાં તેમના સંબંધો સાર્વજનિક કર્યા હતા. હાર્દિકે 11 ઓક્ટોબરે તેના જન્મદિવસ પહેલા તેને ઓફિશિયલ બનાવવાનું નક્કી કર્યું. તેણે સોશિયલ મીડિયા પર માહિકા સાથેના ફોટો શેર કરી દીધા.

vtv app promotion

તૂટયું હતું હાર્દિકનું દિલ

હાર્દિક અને નતાશાની લવ સ્ટોરી ફિલ્મી હતી. તેમની લવ સ્ટોરી 2020 માં શરૂ થઈ અને બંનેએ COVID-19 લોકડાઉન દરમિયાન લગ્ન કરી લીધા અને તેના થોડા સમય પછી તેમના પુત્ર, અગસ્ત્યનો જન્મ થયો. જોકે, સમય જતાં, બંને વચ્ચે મતભેદો વધી ગયા અને મહિનાઓ પછી જુલાઈ 2024માં તેમણે અલગ થવાની પુષ્ટિ કરી.

આ પણ વાંચો: વિરાટ કોહલીને બેવફા જણાવતી પોસ્ટ પર અનુષ્કા શર્માની લાઈક, પત્ની-પત્નીનું જપનામ કરતાં ક્રિકેટર 'આઉટ'

એશિયા કપ ફાઇનલ પહેલા ઇજાગ્રસ્ત

હાર્દિક ડાબા જાંઘમાં ઇજાને કારણે પાકિસ્તાન સામે એશિયા કપની ફાઇનલમાં રમી શક્યો ન હતો. આ ઇજાને કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ODI અને T20I સીરીઝમાંથી પણ બહાર થઈ ગયો હતો. નવેમ્બર-ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની આગામી વ્હાઇટ-બોલ સીરીઝ દરમિયાન તે ફરીથી મેદાનમાં ઉતરે તેવી અપેક્ષા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Mahieka Sharma Hardik-Mahieka Romantic Video

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ