ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આજે જીતના ઇરાદા સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા, ચોથી T20માં આ ખેલાડીને મોકો મળી શકે, જાણો સંભવિત પ્લેઇંગ-11

ક્રિકેટ / આજે જીતના ઇરાદા સાથે ઉતરશે ટીમ ઇન્ડિયા, ચોથી T20માં આ ખેલાડીને મોકો મળી શકે, જાણો સંભવિત પ્લેઇંગ-11

Published By: Vidhata Gothi

Last Updated: 09:05 AM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs Australia 4th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી T20 સીરીઝ 1-1ની બરાબરી પર છે. આજે સુર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ચોથી મેચ જીતવાના ઈરાદે મેદાન પર ઉતરશે.

ADVERTISEMENT

India vs Australia 4th T20: હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં છે, જ્યાં યજમાન ડેસ સાથે પાંચ મેચની T20I સીરીઝ રમાઈ રહી છે. આ સીરીઝમાં બંને ટીમો 1-1થી બરાબરી પર છે. ત્યારે આજે ગોલ્ડ કોસ્ટમાં આ સીરીઝની ચોથી મેચ રમાવાની છે, જેમાં બંને ટીમો લીડ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20I સીરીઝની ચોથી મેચમાં રમવાનું છે. જણાવી દઈએ કે ભારતે હોબાર્ટમાં ત્રીજી T20I પાંચ વિકેટથી જીતીને શાનદાર વાપસી કરી હતી અને હવે તે 2-1ની લીડ મેળવવાનો પ્રયાસ કરશે.

ત્રીજી મેચમાં ભારતનું શાનદાર પ્રદર્શન

ભારતે ત્રીજી T20I મેચમાં બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું. અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદર ટીમના સ્ટાર રહ્યા. અર્શદીપે નવા બોલથી ત્રણ વિકેટ લીધી, જ્યારે સુંદરે 23 બોલ પર 49 રન બનાવીને ટીમને જીતના ટાર્ગેટ સુધી પહોંચાડી.

શું સંજુ સેમસનની થશે વાપસી?

ચોથી T20I પહેલા સંજુ સેમસનની સંભવિત વાપસી વિશે ચર્ચા થઈ રહી છે. એક વર્ષ પહેલા સુધી સંજુ સેમસનને T20I ટીમમાં ફિક્સ માનવામાં આવતો હતો, જયારે તેણે પાંચ ઇનિંગ્સમાં ત્રણ સદી ફટકારી હતી. પરંતુ હવે, શુભમન ગિલની વાપસી અને જીતેશ શર્માના ઉદય સાથે, તેની ટીમમાં જગ્યા વધુને વધુ અનિશ્ચિત બની રહી છે. ગિલને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પછી, સેમસનને નીચેના ક્રમમાં મોકલવામાં આવ્યો, જેના કારણે તે પોતાની લય મેળવી શક્યો નહીં. જો કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમના મેન્ટર ગૌતમ ગંભીરે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હોવા છતાં, હાલમાં ટીમમાં તેની જગ્યા અસ્થિર લાગે છે.

બીજી તરફ, જીતેશ શર્માએ હોબાર્ટમાં 13 બોલમાં અણનમ 22 રન બનાવીને ટીમને જીત અપાવી. તેની ફિનીશરની ભૂમિકા અને IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટેના શાનદાર પ્રદર્શનને જોતા ટીમ સંયોજનમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

vtv app promotion

બોલિંગ સંયોજન અને ટીમ બેલેન્સ

ભારતનું બોલિંગ સંતુલન હવે સ્થિર દેખાઈ રહ્યું છે. વોશિંગ્ટન સુંદરની વાપસીથી ટીમને ઊંડાણ અને સુગમતા મળી છે. તે નીચેના ક્રમમાં બેટિંગ પણ કરી શકે છે અને સારી બોલિંગ કરી શકે છે. પરિણામે, હર્ષિત રાણાને ફરીથી બેન્ચ પર બેસવું પડી શકે છે, જયારે વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ સ્પિન જોડી તરીકે રમશે. પેસ આક્રમણમાં, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ નવા બોલ સાથે સારા ફોર્મમાં છે, જેને શિવમ દુબેની ઉપયોગી મધ્યમ ગતિ બોલિંગનું સમર્થન મળી રહ્યું છે.

આ પણ વાંચો: આજે ભારત માટે 'કરો યા મરો'ની સ્થિતિ, સૂર્યકુમાર યાદવ કરશે કોહલી-ધોનીની બરાબરી

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

મેથ્યુ શોર્ટ, મિચેલ માર્શ (કેપ્ટન), જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મિચેલ ઓવેન, નાથન એલિસ, ઝેવિયર બાર્ટલેટ, મેથ્યુ કુહનમેન, બેન ડ્વારશુઇસ, ગ્લેન મેક્સવેલ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India vs Australia Team India Playing-11 India vs Australia 4th T20

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ