બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આજે ભારત માટે 'કરો યા મરો'ની સ્થિતિ, સૂર્યકુમાર યાદવ કરશે કોહલી-ધોનીની બરાબરી

ક્રિકેટ / આજે ભારત માટે 'કરો યા મરો'ની સ્થિતિ, સૂર્યકુમાર યાદવ કરશે કોહલી-ધોનીની બરાબરી

Priyankka Triveddi

Last Updated: 08:51 AM, 6 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS 4th T20I: India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આજે એટલે કે 6 નવેમ્બરના રોજ ગોલ્ડ કોસ્ટના કૈરારા ઓવલમાં 4th T20I મુકાબલો થશે. હાલ આ સીરિઝમાં બંને ટીમ બરાબરી પર છે, જો ટીમ ઈન્ડિયા આજે આ મેચ જીતે છે તો તે સીરિઝ જીતી જશે.

IND vs AUS 4th T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા ગોલ્ડ કોસ્ટના કૈરારા ઓવલ ખાતે ચોથી T20I માં એકબીજા સામે ટકરાશે. મેચ બપોરે 1:45 વાગ્યે શરૂ થશે. શ્રેણી હાલમાં 1-1 થી બરાબર છે. કેનબેરામાં પ્રથમ T20I વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં 4 વિકેટથી જીત મેળવી હતી. ત્યારબાદ ભારતે હોબાર્ટમાં 5 વિકેટથી જીત મેળવી હતી. જોકે ભારતીય ટીમ તેમના પ્લેઇંગ 11 માં ઘણા ફેરફાર કરશે નહીં. હોબાર્ટમાં રમનાર ટીમ ગોલ્ડ કોસ્ટમાં રમશે તેવી શક્યતા છે. આ દરમિયાન ટ્રેવિસ હેડ અને સીન એબોટ ઓસ્ટ્રેલિયન ટીમમાંથી ગેરહાજર રહેશે. હેડ એશિઝને કારણે સીરિઝમાંથી ખસી રહ્યા છે. ગ્લેન મેક્સવેલ આ મેચ માટે વાપસી કરી શકે છે.

જોકે જો ભારતીય ટીમ ગોલ્ડ કોસ્ટમાં જીત મેળવે છે તો કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીનો વારસો ચાલુ રાખી શકશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ મેચમાં પોતાના તમામ પ્રયાસો કરશે.

ઓસ્ટ્રેલિયાએ 2012 થી ભારતને તેમના જ દેશમાં T20 સીરિઝમાં હરાવ્યું નથી. તેથી મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી પછી, સૂર્યકુમાર યાદવના ખભા પર હવે એક મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.

બંને દેશો વચ્ચેની છેલ્લી પાંચ T20 સીરિઝમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ફક્ત એક જ વાર હાર પામી છે. 2008માં તે સમયે ધોની કેપ્ટન હતો અને કાંગારુઓએ ભારતીય ટીમને નવ વિકેટથી હરાવી હતી આમ એક મેચની સીરિઝ જીતી હતી. ત્યારથી કાંગારુઓએ ક્યારેય સીરિઝ જીતી નથી.

આ પછી આગામી સીરિઝ વર્ષ 2012 માં યોજાઈ. જ્યાં ધોનીના નેતૃત્વમાં સીરિઝ 1-1 થી બરાબર રહી ત્યારબાદ ભારતીય ટીમ સિડનીમાં પ્રથમ મેચ 31 રનથી હારી ગઈ. જ્યારે બીજી T20 માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવીને સીરિઝની બરાબરી કરી.

ત્યારબાદ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે 2016ની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને 3-0 થી ક્લીન સ્વીપ કર્યું. ત્યારબાદ 2018 માં કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે T20 સીરિઝ 1-1 થી બરાબર કરી. 2020 માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતે ફરી એકવાર ઓસ્ટ્રેલિયામાં T20 સીરિઝ રમી અને તેને 2-1 થી જીતી.

આનો અર્થ એ થયો કે સૂર્યા ધોની અને કોહલીના કેપ્ટન તરીકેના કાર્યકાળ દરમિયાન T20 સીરિઝમાં પ્રવર્તતી પરંપરા ચાલુ રાખવા માંગશે. ગોલ્ડ કોસ્ટ T20I માં જીત ભારતને સીરિઝની વિજેતા બનાવશે. 8 નવેમ્બરના રોજ બ્રિસ્બેનના ગાબા ખાતે જીત સીરિઝ 3-1 થી જીતશે અને જો તેઓ તે મેચ હારી જાય તો પણ સીરિઝ 2-2 થી ડ્રો રહેશે.

વધુ વાંચો: મોહમ્મદ શમીની ફરી એકવાર અવગણના થઈ, શું BCCIની સામે થવું ભારે પડ્યું?

vtv app promotion

ગોલ્ડ કોસ્ટ T20 માટે ભારતના પ્લેઈંગ 11: શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

ગોલ્ડ કોસ્ટ T20 માટે ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ 11: મેથ્યુ શોર્ટ, મિશેલ માર્શ (કેપ્ટન), જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, મિશેલ ઓવેન, નાથન એલિસ, ઝેવિયર બાર્ટલેટ, મેથ્યુ કુહનેમેન, ગ્લેન મેક્સવેલ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Suryakumar Yadav IND vs AUS 4th T20I Gold Coast T20 Match
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ