ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / આ દિવસે થશે ખેલાડીઓની હરાજી, BCCIએ IPLની મિની ઓક્શનની તારીખનું કર્યું એલાન
Last Updated: 08:30 AM, 16 November 2025
ADVERTISEMENT
IPL 2026 Auction Date: તમામ 10 IPL ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પોતપોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ બહાર પાડ્યા પછી હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી મીની-ઓક્શન માટેની તારીખ અને સ્થળ જાહેર કરી દીધું છે. BCCIએ જાહેરાત કરી કે IPL 2026નું ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીના એતિહાદ એરેનામાં થશે. પ્રેસ રિલીઝમાં BCCIએ જણાવ્યું કે 10 ટીમોએ કુલ 173 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં 49 વિદેશી ખેલાડીઓ અને કેટલાક ટ્રેડ કરાયેલા ખેલાડીઓ પણ સામેલ છે. 10 ટીમો પાસે IPL 2026ના ઓક્શન માટે 77 સ્લોટ બાકી છે, અને બધી ટીમોનું કુલ પર્સ 237.55 કરોડ રૂપિયા છે.
ADVERTISEMENT
🚨 NEWS 🚨
— IndianPremierLeague (@IPL) November 15, 2025
The player retention window for #TATAIPL 2026 season closed on November 15, 2025, with all 10 franchises confirming their retained players ahead of the auction.
The #TATAIPLAuction will take place on 16th December at the Etihad Arena in Abu Dhabi.
More details 🔽…
BCCI દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝ પ્રમાણે, ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન માટે પ્લેયર રિટેન્શન વિન્ડો 15 નવેમ્બર 2025ના રોજ બંધ થઈ ગઈ, જેમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ હરાજી પહેલા તેમના રિટેન કરેલા ખેલાડીઓની પુષ્ટિ કરી. ટીમોમાં કુલ 173 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે, જેમાં 49 વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે. કુલ 77 ખેલાડીઓના સ્લોટ માટે ઓક્શનમાં કુલ 237.55 કરોડ રૂપિયાનું કુલ પર્સ ઉપલબ્ધ હશે.
ADVERTISEMENT
The retentions are locked in! 🥳
— IndianPremierLeague (@IPL) November 15, 2025
Presenting the retained players of all the teams ahead of #TATAIPLAuction 2026! 🙌
What do you make of your team’s combination 🤔🔢#TATAIPL pic.twitter.com/SYvak6e123
દરેક ટીમને વધુમાં વધુ 25 ખેલાડીઓ રાખવાની મંજૂરી હોવાથી, પંજાબ કિંગ્સે 21 ખેલાડીઓને રિટેન રાખવાનો વિકલ્પ પસંદ કર્યો છે, જે 10 ફ્રેન્ચાઇઝીઓમાં સૌથી વધુ છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સે 20-20 ખેલાડીઓને રિટેન કર્યા છે. IPL ખેલાડીઓનું ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાશે.
ADVERTISEMENT

જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સ આ વર્ષના ઓક્શનમાં સૌથી મોટા 64.3 કરોડ રૂપિયાના પર્સ સાથે ઉતરશે. તેણે વેંકટેશ ઐયર અને આન્દ્રે રસેલ જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સ પાસે મહત્તમ નવ ઉપલબ્ધ સ્લોટ ભરવા માટે બીજા ક્રમનું સૌથી વધુ ફંડ 43.4 કરોડ રૂપિયા હશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: શુભમન ગિલને અચનાક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, ટીમ ઈન્ડિયાને ઝટકો

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.