ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શુભમન ગિલને અચનાક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, ટીમ ઈન્ડિયાને ઝટકો

સ્પોર્ટસ / શુભમન ગિલને અચનાક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, ટીમ ઈન્ડિયાને ઝટકો

Last Updated: 10:34 PM, 15 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચના બીજા દિવસે ભારતીય કેપ્ટન ગિલ બેટિંગ કરવા આવ્યો, પરંતુ શોટ માર્યા પછી, તેને ગળામાં દુખાવો થયો અને તે આગળ વધી શક્યો નહીં. તે બેટિંગમાં પાછો ફર્યો નહીં, અને ભારતીય ઇનિંગ્સનો અંત નવ વિકેટ ગુમાવીને થયો.

ADVERTISEMENT

Kolkata Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી કોલકાતા ટેસ્ટના બીજા દિવસે સારુ પ્રદર્શન જોવા મળ્યું છે, અને મેચ ત્રીજા દિવસે સમાપ્ત થવાની તૈયારીમાં છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં આગળ હોય તેવું લાગે છે, પરંતુ એક ખરાબ ન્યુઝ આવ્યા છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલને ટેસ્ટ દરમિયાન અચાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેચના બીજા દિવસે ગિલને ગરદનમાં દુખાવો થયો હતો, જેના કારણે તેને રિટાર્ડ હર્ટ થવાની ફરજ પડી હતી. જોકે, હવે તેને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેના કારણે આ ટેસ્ટની બીજી ઇનિંગમાં રમવું તેમના માટે મુશ્કેલ બન્યું છે.

શોર્ટ મારતાની સાથે જ દુખાવો થયો, રિટાયર્ડ હર્ટ

ગિલને આ ઈજા ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે થયો હતો. ટીમ ઈન્ડિયાએ 15 નવેમ્બર, શનિવારના રોજ પોતાની પહેલી ઇનિંગ શરૂ કરી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદર પહેલા સત્રમાં આઉટ થયો, ત્યારે કેપ્ટન ગિલ બેટિંગ કરવા આવ્યો. બે બોલનો સામનો કર્યા પછી, ગિલે ત્રીજા બોલ પર સ્વીપ શોટ રમ્યો અને ચોગ્ગો ફટકાર્યો. જોકે, શોટ મારતાની સાથે જ તેને ગરદનમાં ભારે દુખાવો થયો અને તેણે તરત જ તેનું હેલ્મેટ કાઢી નાખ્યું. ટીમ ફિઝિયોએ તેની તપાસ કરી, અને તેને રિટાર્ડ હર્ટ થવુ પડ્યું.

વધુ વાંચો: MS ધોની IPL 2026માં રમશે? આવી ગયું તમામ ટીમના ખેલાડીઓનું રીટેન્શન લિસ્ટ

ગિલને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

ત્યારબાદ શુભમન ગિલ આખી ઇનિંગ દરમિયાન બેટિંગ કરવા માટે બહાર આવ્યો ન હતો અને ડ્રેસિંગ રૂમમાં જ રહ્યો. પરંતુ હવે, એવા સમાચાર સામે આવ્યા છે જે ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓમાં વધારો કરશે. રેવસ્પોર્ટ્સના એક અહેવાલમાં જણાવાયું છે કે શુભમન ગિલની તબિયતને કારણે, તેને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે રાતોરાત રહેશે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગિલને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે અને તેને દવા આપવામાં આવી છે. ભારતીય કેપ્ટન કેટલો સમય હોસ્પિટલમાં રહેશે, અથવા તેને વધુ સારવારની જરૂર પડશે કે નહીં, તે બીજા દિવસે જ ખબર પડશે.

Parul University

કોલકાતા ટેસ્ટમાંથી બહાર, બીજી ટેસ્ટમાં પણ રમવું મુશ્કેલ?

જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ સૂચવે છે કે જો ટીમ ઈન્ડિયાને બીજી ઇનિંગમાં ગિલની જરૂર પડશે તો તે રમવાની શક્યતા ઓછી છે. વધુ ખરાબ વાત એ છે કે જો આ ઈજા વધુ ગંભીર બને છે, તો ભારતીય કેપ્ટન માટે ગુવાહાટીમાં બીજી ટેસ્ટ રમવી પણ મુશ્કેલ બની શકે છે. બીજી ટેસ્ટ 21 નવેમ્બરથી શરૂ થશે.

vtv app promotion

બીજા દિવસની રમત સમાપ્ત થયા પછી, ટીમના બેટિંગ કોચ, સિતાંશુ કોટકે પુષ્ટિ આપી કે ગિલને બેટિંગ કરતા પહેલા ઈજા થઈ હતી. કોટકે ખુલાસો કર્યો કે સ્ટાર બેટ્સમેન સવારે ઉઠ્યા પછીથી તેની ગરદનના પાછળના ભાગમાં દુખાવો અનુભવી રહ્યો હતો, જે દુર્ભાગ્યપૂર્ણ હતું. તેમ છતાં, તે બેટિંગ કરવા ગયો, અને શોટ રમતી વખતે દુખાવો વધુ ખરાબ થયો. પરિણામે, તે બેટિંગમાં પાછો ફર્યો નહીં, અને ભારતીય ઇનિંગ્સ નવ વિકેટ ગુમાવીને સમાપ્ત થઈ ગઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

shubman gill injured shubman gill hospitalised india vs south africa 1st test
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ