બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બુમરાહ 1 વિકેટ લેતાની સાથે જ કરશે કમાલ, અર્શદીપ પાસે ઇતિહાસ રચવાની તક

IND vs PAK / બુમરાહ 1 વિકેટ લેતાની સાથે જ કરશે કમાલ, અર્શદીપ પાસે ઇતિહાસ રચવાની તક

Published By: Vidhata Gothi

Last Updated: 11:28 AM, 14 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK: ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા ભુવનેશ્વર કુમાર એશિયા કપનો હિસ્સો નથી પરંતુ તેઓ પોતાના એક ખાસ રેકોર્ડને લઈને ચર્ચામાં છે. આજે એક વિકેટ લેતાની સાથે બુમરાહ તેમનો રેકોર્ડ તોડી શકે છે.

IND vs PAK: હાલમાં યુએઈમાં એશિયા કપ 2025 ચાલી રહ્યો છે. પહેલી મેચ 9 વિકેટથી જીતનાર ટીમ ઇન્ડિયા આજે પાકિસ્તાન સામે પોતાની બીજી મેચ રમશે. દેશમાં આ મેચ સામે સતત વિરોધ થઈ રહ્યો હોવા છતાં આ મેચ રમાશે. દુબઈના મેદાનમાં રાત્રે 8 વાગ્યે ભારત-પાકિસ્તાન ટીમો ટકરાશે. ભલે દેશમાં પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા અંગે સતત વિરોધ દેખાઈ રહ્યો હોય, પરંતુ બધાની નજર આ મેચ પર રહેશે. જો રેકોર્ડ પર નજર કરીએ તો, આ મેચ જસપ્રીત બુમરાહ માટે ખાસ બની શકે છે. તે એક વિકેટ લેતાની સાથે જ ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ તોડી શકે છે.

mumbai indians Jasprit Bumrah new logo

T20Iમાં જે 5 બોલરોએ સૌથી વધુ વિકેટ લીધી છે, એમાં જસપ્રીત બુમરાહ અને ભુવીનું નામ પણ સામેલ છે. આ બંને બોલર હાલમાં 90-90 વિકેટ સાથે સંયુક્ત રીતે ચોથા નંબર પર છે. જો બુમરાહ દુબઈના મેદાન પર પાકિસ્તાન સામે વિકેટ લે છે, તો તે ચોથા નંબર પર પહોંચી જશે, જ્યારે ભુવી 5મા સ્થાને સરકી જશે.

ભુવીએ ક્યારે રમી હતી પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ?

ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલા ભુવનેશ્વર કુમાર ભારતના સ્ટાર બોલર છે. આ ખેલાડીએ અત્યાર સુધીમાં 87 T20 મેચોમાં 90 વિકેટ લીધી છે. 35 વર્ષીય ભુવીએ છેલ્લે નવેમ્બર 2022માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તે હજુ પણ T20 લીગ દ્વારા ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

arshdeep-sinh

અર્શદીપ સિંહ પણ રચી શકે છે ઇતિહાસ

T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો, અર્શદીપ સિંહ નંબર 1 પર છે. તેણે ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે. આ ડાબોડી ફાસ્ટ બોલરે અત્યાર સુધી 63 મેચોમાં 99 વિકેટ લીધી છે. જો તે આજે એક વિકેટ પણ લે છે, તો તે આ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે 100 વિકેટ પૂર્ણ કરનાર પ્રથમ અને એકમાત્ર બોલર બની જશે.

vtv app promotion

ભારત-પાકિસ્તાન ટીમો છેલ્લે જૂન 2024માં T20 વર્લ્ડ કપમાં આમનેસામને આવી હતી. ભારતે સુપર 8માં પાકિસ્તાનને હરાવ્યું હતું અને તેમને બહારનો રસ્તો બતાવી દીધો હતો. T20માં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો, બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 13 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 10 જીતી છે જ્યારે પાકિસ્તાન ફક્ત 3 મેચ જીતી શક્યું છે.

આ પણ વાંચો: આજે બે કટ્ટર હરિફો થશે આમને-સામને, આ 10 ખેલાડીઓ બનશે ગેમ ચેન્જર

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ - 11

ભારત- અભિષેક શર્મા, શુભમન ગિલ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

પાકિસ્તાન- સઇમ અયુબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર જમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, અબરાર અહેમદ અને સુફિયાન મુકીમ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arshdeep Singh IND vs PAK Jasprit Bumrah

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ