બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:35 PM, 17 May 2025
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે તેના કારણે તે ખૂબ ચર્ચામાં છે. આ પહેલા તે T20I ફોર્મેટ પણ છોડી ચૂક્યો છે. વિરાટ કોહલી ન માત્ર તેની બેટિંગ માટે જ પરંતુ તેની ફિટનેસ માટે પણ પ્રખ્યાત છે. તેની ખાવા પીવાની આદતો પણ તેના ફેન્સ માટે પ્રેરણાસ્ત્રોત છે. અહીંયા એક મહત્વની વાત એ છે કે કોહલી ગાય કે ભેંસનું દૂધ નથી પીતો.
ADVERTISEMENT
વિરાટ કોહલીએ 2018માં માંસાહાર છોડીને અને શાકાહારી આહાર અપનાવ્યો હતો અને હવે તે લગભગ શાકાહારી બની ગયો છે. તેમને આ નિર્ણય 2018ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન લીધો હતો. ત્યારે કોહલીને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડ્યો. ત્યાર બાદ કોહલીએ માંસાહારી ખોરાક છોડીને શાકાહારી જીવનશૈલી અપનાવી હતી. આ ફેરફારથી તેમના આહારમાં ડેરી પ્રોડક્ટનો ઉપયોગ પણ ઘટયો હતો. કોહલીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના આહારમાં 90% બાફેલા અથવા વરાળમાં બનાવેલા ખોરાકનો સમાવેશ થાય છે. તેને ડેરી પ્રોડક્ટનો વપરાશ પણ ઘટાડ્યો છે, કારણ કે ઘણા લોકોને ડેરીમાં રહેલા લેક્ટોઝને પચાવવામાં મુશ્કેલી પડે છે, જે પેટનું ફૂલવું અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે.
ADVERTISEMENT

આ સ્થિતિમાં વિરાટ કોહલીએ પરંપરાગત ગાય કે ભેંસના દૂધને બદલે પ્લાન્ટ બેસ્ડ દૂધને પોતાના આહારનો હિસ્સો બનાવ્યું છે. વિરાટ કોહલી બદામના દૂધનો ઉપયોગ કરે છે. આ દૂધ ન માત્ર લેક્ટોઝ ફ્રી હોય છે પણ સાથે પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે જે તંદુરસ્તી અને પરફોર્મન્સ જાળવવામાં મદદ કરે છે. બદામનું દૂધ વિટામિન E અને હેલ્થી ફેટનો સારો સ્ત્રોત હોય છે. તેમાં કેલરી ઓછી હોય છે. તેના હળવા સ્વાદને કારણે તેનો ઉપયોગ સ્મૂધી અને કોફીમાં કરી શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિરાટ કોહલી IPL 2025માં બેટિંગથી બૂમ પડાવી રહ્યો છે. આ સિઝન તેના અને RCB માટે અત્યાર સુધી ખૂબ સારી રહી છે. કોહલીએ 11 મેચમાં 63.13 ની એવરેજથી 505 રન બનાવ્યા છે. જેમાં 7 હાફ સેંચૂરીનો સમાવેશ થાય છે. જેમાં તેની સ્ટ્રાઇક રેટ 143.46 રહ્યો છે. તો RCBની ટીમ 11 મેચમાં 8 જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેને પ્લેઓફમાં પહોંચવા માત્ર 1 જીત જ જોઈએ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.