બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / જાડેજાએ કેવી રીતે લીધો CSK છોડવાનો નિર્ણય? સ્ટાર ઓલરાઉન્ડરે કર્યો મહત્વપૂર્ણ ખુલાસો

ક્રિકેટ / જાડેજાએ કેવી રીતે લીધો CSK છોડવાનો નિર્ણય? સ્ટાર ઓલરાઉન્ડરે કર્યો મહત્વપૂર્ણ ખુલાસો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:47 AM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ravindra Jadeja: ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 2008 માં રાજસ્થાન રોયલ્સ માટે રમતી વખતે આઈપીએલ ટ્રોફી જીતી હતી.

Ravindra Jadeja: ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 2008 માં રાજસ્થાન રોયલ્સ માટે રમતી વખતે આઈપીએલ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ તે એક દાયકાથી વધુ સમય સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો.

સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આઇપીએલ 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સથી રાજસ્થાન રોયલ્સને રૂપિયા 14 કરોડમાં ટ્રેડ કરાયો છે. રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા પછી રવિન્દ્ર જાડેજાનું નિવેદન હવે પહેલી વાર સામે આવ્યું છે. જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ છોડવાનું મન કેમ બનાવ્યુ તે જણાવ્યુ. તેણે કહ્યું કે રોયલ્સ સાથે જોડાવાની ઓફર મળતાની તેને લાગ્યું કે ઘર વાપસી થઇ રહી છે.

ravindra-jadeja

રાજસ્થાન રોયલ્સ સાથે જોડાવા અંગે નિવેદન

રવિન્દ્ર જાડેજા વિશે એક રાજસ્થાન રોયલ્સે એક વિડિઓ શેર કર્યો. આ વિડિઓમાં તેમણે કહ્યુ કે 15 વર્ષ પછી રાજસ્થાન પાછા ફરવું એ ઘર વાપસી જેવુ લાગે છે. જ્યાંથી મેં મારી સફર શરૂ કરી હતી ત્યાં પાછા આવી સારું લાગે છે. આ ટીમમાં જ મને "રોકસ્ટાર" ઉપનામ મળ્યું. અહીં પાછા આવીને બમણી ખુશી છે.

vtv app promotion

જાડેજાએ સમજાવ્યું કે રોયલ્સ સાથે ટ્રેડની શરૂઆત સહ-માલિક મનોજ બડાલે સાથેના ફોનથી શરૂ થઇ, ત્યારબાદ કુમાર સંગાકારા સાથે વાત થઇ. બંને સાથે વાત કર્યા પછી જાડેજાએ આ નિર્ણયથી આરામદાયક અનુભવ કર્યો. જાડેજાએ ટ્રેડ વિશે વધુ ચર્ચા કરતા કહ્યું, "જ્યારે મને ખબર પડી કે રાજસ્થાન રોયલ્સ મને સાઇન કરવા માંગે છે, ત્યારે મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે મને મારી સફર જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં પાછા જવાની તક મળી રહી છે. આ તે જ સ્થાન છે જ્યાં રવિન્દ્ર જાડેજા આગળ આવ્યા હતા."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL Ravindra Jadeja chennai super kings

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ