ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / હારથી અકળાઇ રિષભ પંતે વટાવી તમામ હદ, Live ઇન્ટરવ્યૂમાં જ એવો કાંડ કર્યો કે...!
Last Updated: 08:14 AM, 20 May 2026
ADVERTISEMENT
IPL 2026માં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ ક્રિકેટ ચાહકો માટે રોમાંચથી ભરપૂર રહી હતી. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 220 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, પરંતુ રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર ઇનિંગ્સ સામે આ લક્ષ્યાંક પણ નાનો સાબિત થયો. રાજસ્થાને માત્ર 3 વિકેટ ગુમાવીને મેચ 7 વિકેટે જીતી લીધી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
મેચ બાદ લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. હાર બાદ ઇયાન બિશપ સાથેની વાતચીત દરમિયાન પંત ભાવુક દેખાયો હતો અને વાતચીત દરમિયાન અપશબ્દ બોલી ગયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો હતો અને ઘણા ક્રિકેટ ચાહકો આ બાબતે ટીકા કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોનું માનવું છે કે BCCI આ મામલે પંત સામે કાર્યવાહી પણ કરી શકે છે.
ADVERTISEMENT
ઇન્ટરવ્યૂ દરમિયાન ઋષભ પંતે કહ્યું હતું કે ટીમે સારી બેટિંગ કરી હતી, પરંતુ અંતિમ ઓવરોમાં 10 જેટલા વધારાના રન બનાવી શક્યા હોત. તેણે ખાસ કરીને જોફ્રા આર્ચરની બોલિંગની પ્રશંસા કરી હતી. પંતે જણાવ્યું કે જયપુરની પિચ બેટિંગ માટે ખૂબ જ સારી હતી અને આવી પિચ પર બોલિંગ કરવી મુશ્કેલ બની જાય છે. તેણે એ પણ સ્વીકાર્યું કે દબાણની ક્ષણોમાં અનુભવની ખોટ લખનૌની ટીમને ભારે પડી હતી.
ADVERTISEMENT
રાજસ્થાનની જીતમાં સૌથી મોટો હીરો વૈભવ સૂર્યવંશી રહ્યો હતો. ડાબોડી બેટ્સમેને માત્ર 38 બોલમાં 93 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેની ઇનિંગ્સમાં 10 વિશાળ છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેણે લખનૌના બોલરોને કોઈ તક જ આપી નહોતી. વૈભવની આ આક્રમક બેટિંગને કારણે મેચનો આખો રુખ બદલાઈ ગયો હતો.
Rishabh Pant didn’t just do it, did he, lol!#ipl #tataipl #rishabhpant #rrvslsg pic.twitter.com/GUvBAbwkTd
— Merupranta Saikia (@MeruprantaMSD) May 19, 2026
ADVERTISEMENT
વૈભવ સિવાય ધ્રુવ જુરેલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે અણનમ 53 રન બનાવી ટીમને જીત સુધી પહોંચાડી હતી. કેપ્ટન યશસ્વી જયસ્વાલે પણ 23 બોલમાં ઝડપી 43 રન ફટકારી સારો ફાળો આપ્યો હતો. ત્રણેય બેટ્સમેનની ભાગીદારીએ લખનૌના બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે દબાવી દીધું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો : રાજસ્થાન રોયલ્સે લખનૌને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગ
લખનૌ તરફથી મિશેલ માર્શે શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે 57 બોલમાં 96 રન બનાવી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઇંગ્લીસે 29 બોલમાં 60 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી, જ્યારે ઋષભ પંતે 35 રન ઉમેર્યા હતા. છતાં પણ ટીમના બોલરો મોટા સ્કોરનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મેચ બાદ રાજસ્થાન રોયલ્સનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે, જ્યારે લખનૌ સુપરજાયન્ટ્સ માટે આ હાર અને ઋષભ પંતનો વિવાદ બંને મોટી ચર્ચાનો વિષય બની ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital