બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICCએ ચોંકાવ્યા! મહિલા વિશ્વ કપની ટીમનું કર્યું એલાન, હરમનપ્રીતનું નામ નહીં, 3 ભારતીયની એન્ટ્રી

સ્પોર્ટ્સ / ICCએ ચોંકાવ્યા! મહિલા વિશ્વ કપની ટીમનું કર્યું એલાન, હરમનપ્રીતનું નામ નહીં, 3 ભારતીયની એન્ટ્રી

Nidhi Panchal

Last Updated: 04:47 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનો ઐતિહાસિક વિજય! પ્રથમવાર મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યો પણ આ ખુશીના વચ્ચે એક નામ ગુમ છે… કેપ્ટન હરમનપ્રીત કૌર ટીમમાં નથી!

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર ભારતે મહિલા વનડે વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ICCએ પણ વર્લ્ડ કપની શ્રેષ્ઠ ટીમ (Team of the Tournament)ની જાહેરાત કરી છે, જેમાં ભારતની ત્રણ મહિલા ખેલાડીઓ — સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માને સ્થાન મળ્યું છે. જોકે, ચાહકોને આશ્ચર્ય થયું કારણ કે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

Womens-Cricket1

આ વખતે મહિલા વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું અને ઇતિહાસ રચ્યો. આ વિજય સાથે ભારતે પહેલીવાર વિશ્વકપની ટ્રોફી પોતાના હાથમાં ઉંચકીને દેશને ગૌરવ આપ્યું.

જાહેર કરેલી ટીમ

ICCએ જાહેરાત કરેલી શ્રેષ્ઠ ટીમમાં કુલ 12 ખેલાડીઓનો સમાવેશ છે. આ ટીમમાં ફાઇનલમાં રમનાર બંને દેશોની કુલ છ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ભારત તરફથી ત્રણ ખેલાડીઓનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું ઓપનર સ્મૃતિ મંધાના, મધ્યક્રમની જેમિમા રોડ્રિગ્સ અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા.

Women-World-Cup

શ્રેષ્ઠ ટીમની કેપ્ટન

ફાઇનલમાં હારેલી દક્ષિણ આફ્રિકાની પણ ત્રણ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમની કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે. લૌરાએ આખા વર્લ્ડ કપ દરમિયાન 71.37 ની સરેરાશથી 571 રન બનાવ્યા હતા અને મહિલા વર્લ્ડ કપની એક આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો.

vtv app promotion

અલાના કિંગ

તે સિવાય સેમિફાઇનલમાં પહોંચેલી ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ, એશ ગાર્ડનર અને અલાના કિંગનો સમાવેશ થયો છે. પાકિસ્તાનની સિદ્રા નવાઝ અને ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોનને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે નેટ સાયવર-બ્રન્ટને 12મી ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી છે.

હવે વાત કરીએ ભારતની ત્રણ હીરો ખેલાડીઓની.

સ્મૃતિ મંધાનાએ ટુર્નામેન્ટમાં 54.25 ની સરેરાશથી 434 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. લૌરા વોલ્વાર્ડ બાદ મંધાનાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. જેમિમા રોડ્રિગ્સએ 58.40 ની સરેરાશથી 292 રન બનાવ્યા હતા. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે તેના અણનમ 127 રન યાદગાર રહી ગયા. દીપ્તિ શર્મા, જેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ઘોષિત કરવામાં આવી હતી, તેમણે બેટિંગ અને બોલિંગ બંનેમાં જાદુ બતાવ્યું — 215 રન અને 22 વિકેટ સાથે.

આ પણ વાંચો : વર્લ્ડ કપ શાનદાર પ્રદર્શનથી શેફાલીને મળ્યું ફળ, હવે બની ગઈ ટીમની કેપ્ટન

ભારતની આ સિદ્ધિએ વિશ્વ ક્રિકેટમાં નવો અધ્યાય લખ્યો છે. પ્રથમવાર મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યો છે અને ત્રણ ભારતીય તારલાઓએ ICCની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન મેળવીને દેશનું નામ રોશન કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC India Women Cricket Team ODI World Cup 2025
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ