બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / વર્લ્ડ કપ શાનદાર પ્રદર્શનથી શેફાલીને મળ્યું ફળ, હવે બની ગઈ ટીમની કેપ્ટન

ક્રિકેટ / વર્લ્ડ કપ શાનદાર પ્રદર્શનથી શેફાલીને મળ્યું ફળ, હવે બની ગઈ ટીમની કેપ્ટન

Priyankka Triveddi

Last Updated: 03:15 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2025: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC Women World Cup 2025 પોતાના નામે કરી લીધા પછી BCCI વધુ એક મહિલા ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન કરવાનો વિચાર કરી રહી છે.

ICC Women World Cup 2025 જીત પછી ટીમ ઈન્ડિયા ફોર્મમાં છે અને સાથે જ BCCI પણ. આ ટુર્નામેંટ હજુ પૂરી જ થઈ છે ત્યાં બીજી એક ટુર્નામેંટનું આયોજન બીસીસીઆઇએ કર્યું છે. સિનિયર મહિલા ઇન્ટર ઝોનલ T20 ટ્રોફી માટે હવે BCCI એ એક નવી ટીમની જાહેરાત કરી છે. અને આ નવી ટીમની સુકાની શેફાલી વર્માને આપવામાં આવી છે.

Senior Women Inter Zonal T20 Trophy:

ICC Women World Cup 2025 ના ફાઇનલમાં ઓપનિંગ બેટર શેફાલી વર્માએ શાનદાર પરફોર્મ કર્યું હતું. અને તેના આ શાનદાર પરફોર્મન્સને કારણે જ શેફાલીને એક મોટી જવાબદારી મળવા જઈ રહી છે. એવું કહેવાય છે કે ઇંડિયન ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની એમાં શેફાલીનો ફાળો મહત્ત્વનો ગણવામાં આવે છે. શેફાલી વર્માને આજે તેનું ફળ મળી રહ્યું છે. BCCI એ સિનિયર મહિલા ઇન્ટર ઝોનલ T20 ટ્રોફીમાં નોર્થ ઝોનની કેપ્ટન્સી શેફાલીને આપી છે. બોર્ડ હવે શેફાલીને ભવિષ્ય માટે તૈયાર કરવા માંગે છે.

શેફાલી વર્મા બની નવી કેપ્ટન

સિનિયર મહિલા ઇન્ટર-ઝોનલ T20 ટ્રોફીની શરૂઆત આજથી એટલે કે 4 નવેમ્બરથી થઈ છે. જેની ફાઇનલ 14 નવેમ્બરના રોજ રમાશે. આ ટુર્નામેન્ટ નાગાલેન્ડમાં યોજાશે. જ્યાં તમામ 6 ઝોન માટેની ટીમોની જાહેરાત કરવામાં આવી છે. મહિલા વર્લ્ડ કપમાં રમનાર મોટાભાગની ખેલાડીઓને આ ટુર્નામેન્ટ માંથી બાકાત રાખવામાં આવી છે. જેમ કે હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના જેવી સુપરસ્ટાર પ્લેયર્સ જે લાંબા સમયથી રમી રહી છે તેમણે બોર્ડ આગામી કોઈ મોટી સીરિઝ પહેલા આરામ આપવા માંગે છે.

shefali-verma

ઝોન વાઇઝ ટીમ

https://www.bcci.tv/articles/2025/news/55556286/squads-for-senior-women-s-inter-zonal-t20-trophy-announced

સેન્ટ્રલ ઝોન: નુઝહત પરવીન (C&WK), નિકિતા સિંઘ (VC), સિમરન દિલબહાદુર, નેહા બડવાઈક, અનુષ્કા શર્મા, વૈષ્ણવી શર્મા, શુચિ ઉપાધ્યાય, અનન્યા દુબે, મોના મેશ્રામ, સુમન મીના, દિશા કાસત, સંપદા દીક્ષિત, અંજલિ સિંહ, અમિષા બહુખંડી, નંદની કશ્યપ (WK)

ઈસ્ટ ઝોન: મીતા પૌલ (C), અશ્વિની કુમારી (VC), પ્રિયંકા લુથરા, ધારા ગુર્જર, તનુશ્રી સરકાર, રશ્મિ ગુડિયા (WK), જીંતિમણી કલિતા, રશ્મિ ડે, તન્મયી બહેરા, સુશ્રી દિવ્યદર્શિની, ટિટસ સાહુ, સાયકા ઇશક, આરતી કુમારી, મમતા પાસવાન, પ્રિયંકા આચાર્જી

નોર્થ ઈસ્ટ ઝોન: દેબસ્મિતા દત્તા (C), નબામ યાપુ (VC), કિરણબાલા હાઓરુંગબમ, લાલરિનફેલી પૌટુ, રિતિશિયા નોંગબેટ, નાઝમીન ખાતુન (WK), સમયિતા પ્રધાન, પ્રિયંકા કુર્મી, વિપેની, નંદિકા કુમારી, નબામ અભિ, પ્રણિતા છેત્રી, સોલિના જાબા, પ્રિમુલા છેત્રી, રંજિતા કોઈઝામ

નોર્થ ઝોન: શેફાલી વર્મા (C), શ્વેતા સેહરાવત (VC), દિયા યાદવ, આયુષી સોની, તાનિયા ભાટિયા (WK), SM સિંહ, ભારતી રાવલ, બાવનદીપ કૌર, મન્નત કશ્યપ (PCA), અમનદીપ કૌર, કોમલપ્રીત કૌર, અનન્યા શર્મા, સોની યાદવ, નઝમા, નંદિની.

વેસ્ટ ઝોન: અનુજા પાટીલ (C), સયાલી સતઘરે (VC), પૂનમ ખેમનાર, ધરની થપ્પેટલા, તેજલ હસબનીસ, સાયમા ઠાકોર, હુમૈરા કાઝી, ઇરા જાધવ, કિરણ નવગીરે, અમૃતા જોસેફ, કેશા પટેલ, અર્શિયા ધારીવાલ, ઉમેશ્વરી જેઠવા (WK), સિમરન પટેલ, ઈશિતા ખલે

વધુ વાંચો: આ છે વિશ્વની સૌથી હોટ ટેનિસ પ્લેયર, જેની સુંદરતા આગળ ભલભલી એક્ટ્રેસ પાણી ભરે, જુઓ તસવીરો

vtv app promotion

સાઉથ ઝોન: નિકી પ્રસાદ (C), સબીનેની મેઘના (VC), કમલિની જી (WK), બ્રિન્દા દિનેશ, યુવશ્રી કે, આશા શોભના, ચલ્લુરુ પ્રથ્યુષા, પ્રણવી ચંદ્રા, સહના પવાર, સયાલી અનિલ લોંકર, મદીવાલા મમતા, સજના સજીવન, મોનિકા પટેલ, શબનમ શકીલ, અનુષા સુંદરેશન

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Senior Women Inter Zonal T20 Shefali Verma World Cup 2025
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ