બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / એકમાત્ર ભારતીય ખેલાડી, જેને 15 ઓગસ્ટના રોજ ઇતિહાસ રચી દીધેલો, આજે પસંદગી પર સવાલ
Last Updated: 10:56 AM, 15 August 2025
Independence Day 2025 Virat Kohli : આજે 15 ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ. આ દિવસ છે દેશના ગૌરવ અને બલિદાનની યાદ તાજી કરવાનો, જયારે ભારત બ્રિટિશ શાસનથી મુક્ત થયું અને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વભરમાં ઓળખાયું. જોકે આપણાં દેશની સૌથી લોકપ્રિય રમત એટલે કે ક્રિકેટ પ્રેમીઓ માટે આ તારીખને વધુ યાદગાર બનાવ્યું છે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીના એક ખાસ કારનામાએ. હવે તમને થશે કે વિરાટ કોહલીએ એવું તે શું કર્યું ? આવો જાણીએ આ આર્ટીકલમાં.
ADVERTISEMENT
15 ઓગસ્ટના દિવસે સદી ફટકારનાર એકમાત્ર ભારતીય છે વિરાટ કોહલી
વર્ષ હતું 2019 અને સ્થળ હતું પોર્ટ ઓફ સ્પેન. અહીંરમાયેલ ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની ત્રીજી વનડે મેચમાં વિરાટ કોહલીએ ઇતિહાસ સર્જી દીધો હતો. વિગતો મુજબ વરસાદથી વિક્ષેપ થયા બાદ ભારતીય સમય મુજબ મેચ 15 ઓગસ્ટે ચાલી. કોહલી એ દિવસે માત્ર શાનદાર બેટિંગ જ કરી નહીં, પણ એક એવું રેકોર્ડ બનાવ્યું જેને આજ સુધી કોઈ પણ ભારતીય તોડી શક્યો નથી. કૅપ્ટન તરીકે રમતા કોહલીએ 114 રનની અપ્રતિમ ઇનિંગ રમી. તેમણે આ સદી માત્ર 99 બોલમાં ફટકારી જેમાં 14 ચોગ્ગા સામેલ હતા અને સ્ટ્રાઈક રેટ 115.15 રહ્યો. એ સાથે કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 ઓગસ્ટના દિવસે સદી ફટકારનાર ભારતનો પહેલો અને એકમાત્ર ખેલાડી બન્યો.
ADVERTISEMENT
મેચનો અચાનક આવ્યો વળાંક અને પછી...
આ દરમિયાન અચાનક મેચમાં વળાંક ત્યારે આવ્યો કે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 35 ઓવરમાં 7 વિકેટે 240 રન હતો. જેમાં ક્રિસ ગેલે 41 બોલમાં તોફાની 72 રન કર્યા હતા. જોકે ભારત 6 વિકેટથી વિજય મેળવ્યો હતો. વિરાટ કોહલી ની સાથે સાથે શ્રેયસ ઐયરે પણ 65 રન સાથે ટીમને મજબૂત સહારો આપ્યો અને ખલીલ અહેમદે 3 વિકેટ લઈને બોલિંગમાં અસરકારક પ્રદર્શન કર્યું.
ADVERTISEMENT

15 ઓગસ્ટ, 1947 એ ભારતે બ્રિટિશ શાસનથી મુક્ત થઈને નવી દિશામાં પ્રથમ પગલાં લીધા હતા. આ દિવસ માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી, પણ દેશના હાથે કરેલા ત્યાગ, બલિદાન અને સંઘર્ષની યાદ અપાવે છે. ભવિષ્યના ક્રિકેટ માટે નિર્મિત ટીમોમાં વિરાટ કોહલીની પસંદગી વિશે અત્યારે ચર્ચા ઉઠી રહી છે. ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર અનેક વખત ટીમને વિજય સુધી પોહચાવનાર એવા ખેલાડી માટે આજકાલ ODI અને ટેસ્ટ ટીમમાં સ્થાન પામવા માટે ઘેરલૂ ટૂર્નામેન્ટ જેવી કે રણજી ટ્રોફી અને હવે વિજય હઝારે ટ્રોફીમાં રમીને “સાબિત” થવાની માંગ ઊભી થઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : એશિયા કપ માટે શુભમન ગિલ ટીમ ઈન્ડિયાથી બહાર, આ કારણે લેવાયો નિર્ણય!
તેની છેલ્લી 15 ODI ઇનિંગ્સમાં 3 સદી અને 5 અડધી સદીનો સમાવેશ થાય છે, છતાં તેમનું સ્થાન પક્કું ન હોવું ક્રિકેટ નિષ્ણાતો સહિત વિરાટના ફેન્સને પણ આશ્ચર્યચકિત કરે છે. ઘણા નિષ્ણાતો માને છે કે, વિરાટ કોહલી જેવો દિગ્ગજ ખેલાડી ઘરેલુ ક્રિકેટમાં પોતાને સાબિત કરે એ ધારણાથી તેમના કદરને લગતો પ્રશ્ન ઊભો થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.