બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / યુવાનો માટે તક કે પછી 2027 માટે આયોજન, વિરાટ કોહલીના અચાનક ટેસ્ટ નિવૃત્તિ પાછળના આ 5 કારણો છે
Last Updated: 03:22 PM, 13 May 2025
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે સોથી લાંબા ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે પોતાના 14 વર્ષની ભવ્ય ટેસ્ટ કારકિર્દીનો અંત જાહેર કર્યો. 36 વર્ષીય વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચમાં 210 ઇનિંગ્સ રમીને 9230 રન બનાવ્યા હતા, જેમાં 30 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનું સરેરાશ સ્કોર 46.85 રહ્યું. તેણે છેલ્લો ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન રમ્યો હતો, જ્યાં ભારતને શ્રેણી 1-3થી હારી હતી. કોહલીના આ નિર્ણયથી ફેન્સ અને ક્રિકેટ જગતને મોટો આઘાત લાગ્યો છે, ખાસ કરીને કારણ કે ઇંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ શ્રેણી શરૂ થાની તૈયારીમાં છે. તો ચાલો જોઈએ કે વિરાટ કોહલીએ આ મોટો નિર્ણય કેમ લીધો હોઈ શકે?
ADVERTISEMENT
ADVERTISEMENT
વિરાટ કોહલીના નિવૃત્તિના માત્ર પાંચ દિવસ પહેલાં રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું. બંનેએ વર્ષો સુધી સાથે ભારતને ઘણા મહાન પળો આપ્યા છે. એવામાં શક્ય છે કે રોહિતનો નિર્ણય વિરાટ માટે પણ સંકેત રહ્યો હોય.
કોહલી હવે બે બાળકોના પિતા છે. સતત પ્રવાસ અને મેચોની વચ્ચે પરિવાર સાથે સમય વિતાવવો મુશ્કેલ હોય છે. કદાચ હવે તે પરિવાર સાથે વધુ સમય વિતાવવા ઈચ્છે છે અને એ કારણે તેણે લાંબા ફોર્મેટમાંથી વીદાય લીધી હોય.
વિરાટ કોહલી હજુ પણ ભારતની વનડે ટીમનો ભાગ છે. 2027માં યોજાનારા વર્લ્ડ કપ માટે તે પોતાની સંપૂર્ણ શક્તિ અને ફોકસ લગાવવાનું ઈચ્છે છે. કદાચ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો લેવા તે વધુ તૈયાર રહેવા માંગે છે.
જેમ કે તેણે T-20માંથી નિવૃત્તિ લઈને નવા ખેલાડીઓ માટે જગ્યા બનાવી હતી, તે જ રીતે હવે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ વિદાય લઈને ટીમમાં નવી પેઢીને મોકો આપવો ઈચ્છે છે. ભારત પાસે હવે ઘણા પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ છે.
વિરાટનો ટેસ્ટ ફોર્મ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘટ્યો છે. 2019 પછી તેણે એ રાફ્તાર દેખાડી નથી શક્યો. ગયા વર્ષે તેણે 10 ટેસ્ટમાં માત્ર 382 રન બનાવ્યા હતા, સરેરાશ 22.47. ફક્ત એક સદી અને એક અડધી સદી. આ કારકિર્દીની સરેરાશ 50 થી ઘટીને લગભગ 46 થઈ ગઈ.
આ પણ વાંચો : શું IPLમાં MS ધોનીનું આ સપનું અધૂરું રહી જશે? નવા શેડ્યૂલે વધાર્યું CSKનું ટેન્શન
વિરાટ કોહલીએ પોતાની રમતથી લાખો દિલ જીત્યાં છે. તેમનું ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવું માત્ર એક યુગનો અંત નથી, પણ નવી શરૂઆત માટેનો સંકેત પણ છે. હવે બધા ની નજર તેમના વનડે કારકિર્દી અને 2027ના વર્લ્ડ કપ પર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT