ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આ ક્રિકેટરોએ જીત્યા છે સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ સિરીઝ', ટોચમાં બે ભારતીય દિગ્ગજોનો સમાવેશ

ક્રિકેટ / આ ક્રિકેટરોએ જીત્યા છે સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ સિરીઝ', ટોચમાં બે ભારતીય દિગ્ગજોનો સમાવેશ

Published By: Nidhi Panchal

Last Updated: 01:45 PM, 9 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટમાં દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે કે તે પોતાની ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરે, પરંતુ “પ્લેયર ઓફ ધ સિરીઝ” એવોર્ડ જીતવો એ ગૌરવની ચરમસીમા છે. ચાલો જાણીએ એવા પાંચ દંતકથા સમાન ક્રિકેટરોને જેમણે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વખત આ પ્રતિષ્ઠિત સન્માન પોતાના નામે કર્યું છે.

ADVERTISEMENT

ક્રિકેટમાં ખેલાડીની સાચી ઓળખ માત્ર રન અથવા વિકેટથી નહી, પરંતુ તેના સતત પ્રદર્શનથી થાય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક એવો સન્માન છે જે માત્ર શ્રેષ્ઠ ખેલાડીને મળે છે – "પ્લેયર ઓફ ધ સિરીઝ" એવોર્ડ. આ એવોર્ડ એ ખેલાડીને આપવામાં આવે છે જેણે સમગ્ર શ્રેણી દરમિયાન ટીમ માટે સૌથી વધુ પ્રભાવશાળી ભૂમિકા ભજવી હોય. ચાલો જાણીએ એવા ટોચના પાંચ ક્રિકેટરોને જેમણે ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વનડે અને T20માં સૌથી વધુ વખત આ સન્માન જીત્યું છે.

virat-kohli-new-logo

વિરાટ કોહલી – ભારતનો રન મશીન

આ યાદીમાં સૌથી ટોચ પર છે ભારતીય ક્રિકેટ sટીમનો આધુનિક દંતકથા — વિરાટ કોહલી. 2008માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યા બાદ કોહલીએ અત્યાર સુધી 553 મેચ અને 167 શ્રેણી રમી છે. જેમાંથી 21 વખત તેમણે "પ્લેયર ઓફ ધ સિરીઝ" એવોર્ડ જીત્યો છે. કોહલીએ ટેસ્ટમાં 3 વખત, વનડેઝમાં 11 વખત અને ટી20માં 7 વખત આ સન્માન મેળવ્યું છે. તેની સતત ફિટનેસ, જીત માટેની ભૂખ અને મનોબળ તેમને અન્ય ખેલાડીઓથી અલગ બનાવે છે. કોહલીના રેકોર્ડ્સ આજે પણ નવા ખેલાડીઓ માટે પ્રેરણા બની રહ્યા છે.

Sachin-tendulkar

સચિન તેંડુલકર – ક્રિકેટના ભગવાન

“ક્રિકેટના ભગવાન” તરીકે ઓળખાતા સચિન તેંડુલકર વિના કોઈ પણ રેકોર્ડની ચર્ચા અધૂરી લાગે છે. 1989થી 2013 દરમિયાન તેમણે ક્રિકેટમાં અનેક રેકોર્ડ તોડ્યા. તેંડુલકરે કુલ 20 વખત “પ્લેયર ઓફ ધ સિરીઝ” એવોર્ડ જીત્યો હતો, જેમાં 5 ટેસ્ટ અને 15 વનડે શ્રેણીનો સમાવેશ થાય છે. તેંડુલકરના લાંબા સમય સુધી ચાલેલા કારકિર્દીએ સાબિત કર્યું કે સતત મહેનત અને સમર્પણથી કોઈ પણ ખેલાડી અમર થઈ શકે છે.

શાકિબ અલ હસન – બાંગ્લાદેશનો ચમત્કાર

બાંગ્લાદેશના શાકિબ અલ હસન વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક છે. તેમણે અત્યાર સુધી 162 શ્રેણી રમી અને 17 વખત “પ્લેયર ઓફ ધ સિરીઝ” બન્યા છે. શાકિબે 5 ટેસ્ટ, 7 વનડે અને 5 ટી20 શ્રેણીમાં આ એવોર્ડ જીત્યો છે. તેમની બેટિંગ અને બોલિંગની સમતુલ્ય કુશળતાએ બાંગ્લાદેશને ઘણી મહત્વપૂર્ણ જીત અપાવી છે.

vtv app promotion

જેક્સ કાલિસ – દક્ષિણ આફ્રિકાનો સ્થિર સ્તંભ

જેક્સ કાલિસ વિશ્વ ક્રિકેટના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાં ગણાય છે. 519 આંતરરાષ્ટ્રીય મેચ અને 148 શ્રેણીમાં ભાગ લઈને તેમણે 15 વખત “પ્લેયર ઓફ ધ સિરીઝ” એવોર્ડ જીત્યો હતો. કાલિસે પોતાની અદભૂત ઓલરાઉન્ડ ક્ષમતાથી અનેક મેચોમાં દક્ષિણ આફ્રિકાને જીત અપાવી હતી.

આ પણ વાંચો : વર્લ્ડ કપ જીત્યા બાદ આ ખેલાડી બની DSP, ફાઈનલમાં શાનદાર પ્રદર્શનથી મળ્યો 1,00,000નો ચેક

ડેવિડ વોર્નર – ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક ઓપનર

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર આ યાદીમાં પાંચમા સ્થાને છે. તેમણે 383 મેચ અને 126 શ્રેણી રમીને 13 વખત આ સન્માન જીત્યું છે. તેમની આક્રમક બેટિંગ અને શરૂઆતમાં જ દબાણ બનાવવાાની ક્ષમતા ઓસ્ટ્રેલિયા માટે હંમેશાં ફાયદાકારક રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shakib Al Hasan Sachin Tendulkar Virat Kohli

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ