ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / વર્લ્ડ કપ જીત્યા બાદ આ ખેલાડી બની DSP, ફાઈનલમાં શાનદાર પ્રદર્શનથી મળ્યો 1,00,000નો ચેક
Last Updated: 10:12 AM, 9 November 2025
ADVERTISEMENT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ટીમ માટે આ પહેલી મોટી ICC ટ્રોફી રહી છે. આ વિજયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારી વિકેટકીપર-બેટર રિચા ઘોષને પશ્ચિમ બંગાળ સરકારે મોટા માન-સન્માનની ભેટ આપી છે. તેને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DSP) તરીકે માનદ પદ પર નિયુક્ત કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકારે તેને બંગ ભૂષણ એવોર્ડથી પણ નવાજી છે.
ADVERTISEMENT
ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) દ્વારા કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રિચાના સન્માનમાં એક વિશાળ સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર રહી. સમારોહમાં રિચાને ગોલ્ડન બેટ, ₹34 લાખનો ચેક, સોનાની ચેઇન અને DSP નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા. 22 વર્ષની રિચાએ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 24 બોલમાં 34 રન ફટકારી ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. ભારતે તે મેચ 52 રનથી જીતી હતી.
મમતાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “રિચા પ્રેમ અને મહેનતથી દુનિયા જીતશે. મનોબળ એ સૌથી મોટી શક્તિ છે — તમે હાર ન માનો, મહેનત કરતા રહો, લક્ષ્ય સુધી પહોંચો.” પશ્ચિમ બંગાળ સરકારએ સોશિયલ મીડિયા પર લખ્યું, “DSP રિચા ઘોષ, બંગાળનું ગૌરવ — વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમની સભ્ય હવે પોલીસ અધિકારી બની ગઈ છે.”
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આક્રમક બોલિંગથી બેટિંગ ઓર્ડર તહેસ નહેસ કરી નાખ્યો, 8 ખેલાડી મળીને 20 રન જ બનાવી શક્યા
રિચાએ આખા ટુર્નામેન્ટમાં આઠ ઇનિંગ્સમાં 235 રન ફટકાર્યા હતા, સ્ટ્રાઈક રેટ 133.52 રહ્યો હતો, અને તે ભારત માટે પાંચમી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની. CAB પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ રિચાની પ્રશંસા કરતા કહ્યું કે તે ભવિષ્યમાં ભારતીય ટીમની કેપ્ટન બની શકવા માટે સક્ષમ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT