ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સૂર્યકુમાર યાદવને આ શું થયું? હોસ્પિટલનો ફોટો વાયરલ થતા ચર્ચાએ જોર પકડ્યું

સ્પોર્ટ્સ / સૂર્યકુમાર યાદવને આ શું થયું? હોસ્પિટલનો ફોટો વાયરલ થતા ચર્ચાએ જોર પકડ્યું

Published By: Nidhi Panchal

Last Updated: 10:24 AM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં રમતથી થોડો વિરામ લઇ રહ્યા છે. તેમણે જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયાની સફળ સર્જરી કરાવી છે અને હવે આરામની સ્થિતિમાં છે.

ADVERTISEMENT

ભારતીય T20 ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં બ્રેક પર છે અને જર્મનીમાં છે. તેમણે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો માટે એક મોટી અપડેટ શેર કરી છે. 34 વર્ષીય સૂર્યાએ જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયા માટે સર્જરી કરાવી છે અને એ સફળ રહી છે. IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે તેઓ સ્વાસ્થ્યની દૃષ્ટિએ વિરામમાં છે.

suriya-kumar-2

સૂર્યકુમાર યાદવે પોતાની સર્જરી પછી એક ફોટો શેર કરતાં લખ્યું હતું કે, "પેટના નીચેના જમણા ભાગમાં સર્જરી કરાવી છે. આનંદ છે કે હવે હું સ્વસ્થ થવાના માર્ગ પર છું. ક્રિકેટ મેદાનમાં પાછા આવવાનું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું."

BCCIએ રોહિત શર્મા પછી T20 ફોર્મેટ માટે સુર્યાને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. તેમ છતાં, હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં તેઓ આગામી બાંગ્લાદેશ પ્રવાસ પર નહીં જાય તેવી શકયતા છે. સર્જરી પછી સંપૂર્ણ રીતે સાજા થવામાં તેમને લગભગ 6 થી 12 અઠવાડિયા લાગશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની T20 શ્રેણી ઓગસ્ટના અંતમાં યોજાશે.

app promo5

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે છે જ્યાં 5 ટેસ્ટ મેચોની શ્રેણી ચાલી રહી છે. તે બાદ ટીમ બાંગ્લાદેશ જશે જ્યાં ODI અને T20 મેચો રમાશે. સૂર્યા T20 ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. તેમણે અત્યાર સુધીમાં 1 ટેસ્ટ, 37 વનડે અને 83 T20 મેચ રમી છે. ODIમાં 773 રન બનાવ્યા છે જેમાં 4 અડધી સદી નોંધાવી છે, જયારે T20માં તેમણે 2598 રન સાથે 4 સદી અને 21 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો : આખરે પૃથ્વી શૉને ભાન પડી ગઈ! આ કારણે કરિયર બર્બાદ થયું હોવાની કરી કબૂલાત, ખુલાસો શીખભર્યો

T20ની આગામી સૌથી મોટી ઇવેન્ટ એટલે કે T20 વર્લ્ડ કપ 2026, ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં યોજાશે. તેમાં કુલ 20 ટીમો ભાગ લેશે અને સુર્યકુમાર યાદવ ભારતનું નેતૃત્વ કરશે. તેમને wishing speedy recovery અને મેદાનમાં જલ્દીથી પાછા ફરવાની આશા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian cricket team T20 World Cup 2026 Suryakumar Yadav surgery

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ