ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : આફ્રિકા સામેની સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન, પંત ફરી ઈજાગ્રસ્ત

ક્રિકેટ / VIDEO : આફ્રિકા સામેની સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન, પંત ફરી ઈજાગ્રસ્ત

Published By: Nidhi Panchal

Last Updated: 02:35 PM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું ફરી ટીમ ઈન્ડિયાને તેમના મુખ્ય વિકેટકીપર વિના મેદાનમાં ઉતરવું પડશે? દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પહેલા ચાહકો માટે ચિંતાજનક સમાચાર બહાર આવ્યા છે.

ADVERTISEMENT

ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ મેદાન ખાતે ચાલી રહી છે. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ઈજાગ્રસ્ત થઈને મેદાન છોડીને પેવેલિયન પરત ફર્યા છે. તેમની ઈજાથી ભારતીય ટીમ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આગામી 14 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે.

risabh-pant

મેચની બીજી ઇનિંગ દરમિયાન ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 84 રનના સ્કોર સુધીમાં ચાર બેટ્સમેન આઉટ થઈ ચૂક્યા હતા. ત્યારબાદ KL રાહુલ આઉટ થયા પછી પંત બેટિંગ કરવા આવ્યા. તેમણે શરૂઆતમાં જ બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો અને ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ દુર્ભાગ્યવશ, તેમની બેટિંગ દરમ્યાન સતત ઈજાઓ થઈ.

પંતને ડાબા હાથમાં ઈજા

સૌપ્રથમ પંતને ડાબા હાથમાં ઈજા થઈ, પરંતુ તેમણે રમત ચાલુ રાખી. થોડી વારમાં જ દક્ષિણ આફ્રિકાના બોલર મોરેકીના તીવ્ર બોલે તેમના જંઘામૂળ (થાઈ) પર વાગ્યો. બોલ વાગતાં જ પંત દુખાવાથી કણસતા દેખાયા અને મેદાન પર જ સારવાર માટે ફિઝિયો બોલાવવામાં આવ્યો.

બે વાર ફિઝિયોની મદદ

રમતના પહેલા કલાકમાં જ તેમને બે વાર ફિઝિયોની મદદ લેવી પડી હતી. પરંતુ બીજી ઈજા એટલી ગંભીર હતી કે તેમને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું અને પેવેલિયન પરત ફરવું પડ્યું. તે સમયે તેમણે 22 બોલમાં 17 રન બનાવી લીધા હતા. આ પહેલાંની ઇનિંગમાં પણ પંતે 20 બોલમાં ઝડપી 24 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ હતો.

vtv app promotion

સત્તાવાર માહિતી બહાર આવી નથી

હાલ તેમની ઈજાની ગંભીરતા વિશે સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ ચોક્કસપણે ચિંતાનો વિષય છે. ખાસ કરીને એ કારણ કે પંત લાંબા સમયથી ઈજાના કારણે ક્રિકેટથી દૂર રહ્યા હતા અને તાજેતરમાં જ સ્વસ્થ થઈને ટીમમાં વાપસી કરી હતી.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા પછી હવે કોની સામે રમશે ટીમ ઈન્ડિયા, જાણી લો ફૂલ શેડ્યૂલ

પંતને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હવે જો તેમની ઈજા ગંભીર સાબિત થશે તો તે ટીમ માટે મોટી સમસ્યા બની શકે છે. આગામી ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પરથી શરૂ થવાની છે. ચાહકો આશા રાખી રહ્યા છે કે પંત તાત્કાલિક સ્વસ્થ થાય અને ટીમ ઈન્ડિયા માટે ફરી મેદાનમાં ઉતરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India A vs South Africa A Injury Rishabh Pant

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ