ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ઓસ્ટ્રેલિયા પછી હવે કોની સામે રમશે ટીમ ઈન્ડિયા, જાણી લો ફૂલ શેડ્યૂલ

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયા પછી હવે કોની સામે રમશે ટીમ ઈન્ડિયા, જાણી લો ફૂલ શેડ્યૂલ

Published By: Vidhata Gothi

Last Updated: 01:52 PM, 8 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India Schedule: ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ આજે 8 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ પછી, ટીમ ઇન્ડિયા વતન પરત ફરશે અને ઘરેલુ સીરીઝ રમશે, જેમાં ટેસ્ટ, વનડે અને ટી20 મેચ હશે.

ADVERTISEMENT

Team India Next Schedule: ભારતીય ક્રિકેટ ટીમ 19 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે વનડે અને ટી20 સીરીઝ રમી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટી20 મેચ આજે, શનિવાર, 8 નવેમ્બરના રોજ રમાશે. આ પછી, ટીમ ઇન્ડિયા વતન પરત ફરશે. જોકે, પરત ફર્યાના થોડા દિવસો પછી, ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે એક ટેસ્ટ, એક વનડે અને ટી20 સીરીઝ રમશે. સાઉથ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે આવશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી મેચ 14 નવેમ્બરના રોજ રમાશે.

સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ

સાઉથ આફ્રિકાની ટીમ બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની સીરીઝ રમવા માટે ભારતની મુલાકાતે આવશે. સાઉથ આફ્રિકાનો આ પ્રવાસ 14 નવેમ્બરથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

ભારત vs સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરીઝ

  • પહેલી મેચ - 14-18 નવેમ્બર, કોલકાતા
  • બીજી ટેસ્ટ - 22-26 નવેમ્બર, ગુવાહાટી

ભારત-સાઉથ આફ્રિકા વનડે સીરીઝ

  • પહેલી મેચ - 30 નવેમ્બર, રાંચી
  • બીજી મેચ - 3 ડિસેમ્બર, રાયપુર
  • ત્રીજી મેચ - 6 ડિસેમ્બર, વિશાખાપટ્ટનમ

ભારત-દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ

  • પ્રથમ મેચ - 9 ડિસેમ્બર, કટક
  • બીજી મેચ - 11 ડિસેમ્બર, ન્યુ ચંદીગઢ
  • ત્રીજી મેચ - 14 ડિસેમ્બર, ધર્મશાલા
  • ચોથી મેચ - 17 ડિસેમ્બર, લખનૌ
  • પાંચમી મેચ - 19 ડિસેમ્બર, અમદાવાદ
vtv app promotion

ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર અને વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને આકાશદીપ.

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ ICCનો મોટો નિર્ણય, ફેન્સ તો વિચારતા રહી ગયા

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમવા ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને વનડે સીરીઝમાં 2-1થી હરાવ્યું. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ચાર ટી20 મેચ રમી ચૂકી છે, અને ભારત 2-1થી આગળ છે. સીરીઝની પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પાંચમી અને છેલ્લી ટી20 મેચ આજે રમાશે, જે નક્કી કરશે કે ભારત સીરીઝ જીતે છે કે કે ઓસ્ટ્રેલિયા ટી20 સીરીઝ ડ્રો કરવામાં સફળ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Team India Schedule Sports News IND vs SA

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ