ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / કિંગ કોહલીની 'વિરાટ' છલાંગ, મેચ રમ્યા વિના જ ICC રેન્કિંગના ટોપ 5માં સામેલ
Last Updated: 05:27 PM, 12 November 2025
ADVERTISEMENT
ક્રિકેટ પ્રેમીઓ માટે એક રસપ્રદ સમાચાર આવ્યા છે. ઘણા દિવસોથી ODI ન રમ્યા છતાં વિરાટ કોહલી અચાનક ટોચના પાંચ બેટ્સમેનોમાં પાછો આવી ગયો છે. શું રમ્યા વિના પણ રેન્કિંગમાં સુધારો શક્ય છે? હા, શક્ય છે! કારણ છે બાબર આઝમનું નિષ્ફળ પ્રદર્શન, જેનાથી રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ICCએ તાજેતરની વનડે રેન્કિંગ જાહેર કરી છે જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ટોચ પર છવાયો છે. રોહિત 781 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન વનડે બેટ્સમેન બન્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં રોહિતે બીજા વનડેમાં 73 અને ત્રીજા વનડેમાં અણનમ 121 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પ્રદર્શનને કારણે તે સતત બીજા અઠવાડિયે ટોચ પર ટક્યો છે.
ADVERTISEMENT
યાદીમાં ટોચના ચાર બેટ્સમેનોમાં કોઈ ફેરફાર નથી થયો. ભારતીય યુવા કેપ્ટન શુભમન ગિલ 745 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. બીજા સ્થાને અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન (764) અને ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ (746) છે.

ADVERTISEMENT
ભલે વિરાટે છેલ્લા અઠવાડિયામાં એક પણ ODI રમી નથી, છતાં બાબર આઝમના ખરાબ પ્રદર્શનથી તેને ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયા સામેની અગાઉની શ્રેણીમાં કોહલી પ્રથમ બે વનડેમાં શૂન્ય રન પર આઉટ થયો હતો, પરંતુ ત્રીજી મેચમાં તેણે 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બાબર આઝમ, જેણે ગયા અઠવાડિયે ત્રણ વનડે રમી હતી, દક્ષિણ આફ્રિકા સામે ફક્ત 11 અને 27 રન બનાવી શક્યો હતો અને શ્રીલંકા સામે ફક્ત 29 રન જ કરી શક્યો હતો. પરિણામે બાબર 5મા સ્થાનેથી 7મા સ્થાને સરકી ગયો, જ્યારે કોહલી એક સ્થાન આગળ વધીને ટોચના પાંચમાં પહોંચી ગયો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ICC T20 બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્માએ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તિલક વર્મા બે સ્થાન નીચે ઉતરી ત્રીજા સ્થાનથી પાંચમા સ્થાને પહોંચ્યો છે, જ્યારે હાર્દિક પંડ્યા T20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં ચોથાથી પાંચમા સ્થાને આવી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital