ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / રવિન્દ્ર જાડેજા બનશે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન! સામે આવ્યાં મોટા સમાચાર, ક્રિકેટમાં કોહરામ
Last Updated: 11:48 AM, 12 November 2025
ADVERTISEMENT
Ravindra Jadeja CSK Captain: રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સમાં જોડાઈ શકે છે અને કેપ્ટન બની શકે છે. સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાવાની સંભાવના વચ્ચે IPLમાં સૌથી મોટો ટ્રેડ થઈ શકે છે.
ADVERTISEMENT
Ravindra Jadeja has won 3 Man of the Match awards against Rajasthan Royals, the most by any Indian player in IPL history. pic.twitter.com/g4uKEMOfhg
— All Cricket Records (@Cric_records45) November 12, 2025
ADVERTISEMENT
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે IPLમાં મોટો ફેરફાર થવાનો છે. અહેવાલો મુજબ જાડેજા હવે રાજસ્થાન રોયલ્સ (RR) સાથે જોડાઈ શકે છે અને ત્યાં તેમને કેપ્ટનશીપની જવાબદારી સોંપવાની શક્યતા છે. એક અહેવાલ અનુસાર આ માંગ જાડેજાએ જાતે કરી છે. તે તેમની IPL કારકિર્દીના અંતિમ વર્ષોમાં ટીમનું નેતૃત્વ સંભાળવા માંગે છે. નોંધનીય છે કે જાડેજાએ 2008માં IPL કારકિર્દીની શરૂઆત રાજસ્થાન રોયલ્સ સાથે જ કરી હતી.
ADVERTISEMENT
BUZZ : CSK IS IN FINAL TRADE TALKS WITH RR TO GET SANJU SAMSON 🚨🚨 pic.twitter.com/nWjnr1HcRu
— CSK Fans Army™ (@CSKFansArmy) November 7, 2025
સૂત્રો જણાવે છે કે આ ટ્રેડ અંતર્ગત સંજુ સેમસન CSKમાં જોડાઈ શકે છે, જ્યારે રવિન્દ્ર જાડેજા RRમાં જશે. આ સાથે જ ઓલરાઉન્ડર સેમ કુરન પણ આ હાઇ-પ્રોફાઇલ ટ્રેડનો ભાગ બની શકે છે. હાલ રાજસ્થાનના વિદેશી ખેલાડીઓના સ્લોટ ભરાઈ ગયા હોવાથી સત્તાવાર જાહેરાત થવામાં થોડો સમય લાગી શકે છે. રોયલ્સ પાસે રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ જેવા યુવા ખેલાડીઓ છે, પરંતુ ટીમની સ્થિરતા માટે જાડેજાને નેતૃત્વની જવાબદારી સોંપી શકાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: કોહલી-રોહિતે કરિયર બચાવવું હોય તો કરવું પડશે આ કામ, BCCIએ કરી દીધી લાલ આંખ

ADVERTISEMENT
સંજુ સેમસન જો ચેન્નાઈમાં જોડાય છે તો પણ તે આ સિઝનમાં CSKનું નેતૃત્વ નહીં કરે, કારણ કે ટીમ હાલ રુતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં રમે છે. સૂત્રો મુજબ, CSK મેનેજમેન્ટ હાલમાં જાડેજાને કેપ્ટન બનાવવા તૈયાર નથી. 2012 થી CSKનો ભાગ રહેલા જાડેજાએ અત્યાર સુધી 186 મેચમાં 2198 રન અને 143 વિકેટ મેળવી છે. તેમણે CSK સાથે ત્રણ IPL ટ્રોફી (2018, 2021, 2023) જીતી છે. આ ટ્રેડ IPLના ઈતિહાસમાં સૌથી મોટા અને રસપ્રદ સોદાઓમાંનો એક ગણાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.