ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : ભારતીય ટીમે ઉજવ્યો દિવાળીનો તહેવાર, ક્રિકેટરો આ ખાસ જગ્યાએ સેલિબ્રેટ કર્યો તહેવાર

સ્પોર્ટ્સ / VIDEO : ભારતીય ટીમે ઉજવ્યો દિવાળીનો તહેવાર, ક્રિકેટરો આ ખાસ જગ્યાએ સેલિબ્રેટ કર્યો તહેવાર

Published By: Pravin Joshi

Last Updated: 09:42 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આ સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT

ટીમ ઈન્ડિયાના કપ્તાન શુભમન ગિલ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝનું નેતૃત્વ કરી રહ્યા છે. પહેલી મેચમાં હાર છતાં ખેલાડીઓએ દિવાળીનો તહેવાર ખાસ અંદાજમાં મનાવ્યો. પહેલી મેચ દિવાળીના એક દિવસ પહેલાં એટલે કે 19 ઓક્ટોબરે રમાઈ હતી, જેમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ બીજા જ દિવસે જ્યારે આખો દેશ દિવાળીના ઉજાસમાં ઝળહળી રહ્યો હતો, ત્યારે ભારતીય ટીમે પણ ઓસ્ટ્રેલિયામાં અનોખી રીતે તહેવાર મનાવ્યો.

ખાસ રેસ્ટોરન્ટમાં ડિનર કરીને ઉજવી દિવાળી

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડિયો પ્રમાણે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટોર્રેનવીલ રેસ્ટોરન્ટમાં ડિનર કરવા પહોંચ્યા હતા. આ રેસ્ટોરન્ટ એડિલેડમાં ખૂબ ફેમસ છે અને જ્યારે પણ ટીમ ઈન્ડિયા અહીં રમવા આવે છે, ત્યારે ખેલાડીઓ અહીં જ ભોજન કરવા આવતાં હોય છે. જ્યારે સ્થાનિક ફેન્સને ખબર પડી કે શુભમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતની ટીમ અહીં પહોંચી છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રશંસકો રેસ્ટોરન્ટની બહાર એકઠા થઈ ગયા. ખેલાડીઓએ પણ ફેન્સને સ્માઈલ અને હેન્ડશેકથી શુભેચ્છા આપી.

સોશિયલ મીડિયા પર આપી દિવાળીની શુભેચ્છા

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર પણ પોતાના ફેન્સને દિવાળીની શુભકામનાઓ પાઠવી.શુભમન ગિલે લખ્યું, તમારા જીવનમાં પ્રકાશ, હાસ્ય અને પ્રેમ ભરાયેલી દિવાળી રહે., વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી જેમાં લખેલું હતું, હેપ્પી દિવાળી! આ તહેવાર તમારા ઘર અને હૃદયમાં ખુશી અને આશીર્વાદ લાવે.

આ પણ વાંચોઃ ક્રિકેટ / એશિયા કપ ટ્રોફી પર BCCIએ એવો નિર્ણય કર્યો કે, મોહસીન નકવીની શાન ઠેકાણે આવશે

19 ઓક્ટોબરે રમાયેલી પહેલી વનડેમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટથી હરાવ્યું. વરસાદથી પ્રભાવિત આ મેચમાં ટીમ ઈન્ડિયા માત્ર 26 ઓવરમાં 136/9 રન બનાવી શકી હતી. DLS નિયમ મુજબ ઓસ્ટ્રેલિયાને 131 રનનો લક્ષ્યાંક મળ્યો જે તેમણે સરળતાથી મેળવી લીધો. વિરાટ કોહલી આ મેચમાં 8 બોલ રમીને ડક પર આઉટ થયો. આ પહેલીવાર હતું કે તેઓ ઓસ્ટ્રેલિયામાં શૂન્ય પર આઉટ થયા. હવે સિરીઝનો બીજો મુકાબલો 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાશે, જ્યાં ટીમ ઈન્ડિયા જીત માટે આખી મહેનત કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiaAustraliaSeries DiwaliCelebrations IndianTeam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ