ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શુભમનને ઈજા, ટી20 સ્ટાઈલમાં બેટિંગ, કોલકાતા ટેસ્ટમાં ભારતની હારના આ રહ્યાં 5 કારણો

સ્પોર્ટ્સ / શુભમનને ઈજા, ટી20 સ્ટાઈલમાં બેટિંગ, કોલકાતા ટેસ્ટમાં ભારતની હારના આ રહ્યાં 5 કારણો

Published By: Nidhi Panchal

Last Updated: 03:14 PM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કંઈક એવું થયું કે ભારતીય ક્રિકેટપ્રેમીઓએ કલ્પના પણ ન કરી હોય. માત્ર 124 રનના ટાર્ગેટ સામે ભારતીય બેટિંગ એવી તૂટીને પડી કે સમગ્ર દેશ નિર્વાક રહી ગયો.

ADVERTISEMENT

કોલકાતાના પ્રખ્યાત ઈડન ગાર્ડન્સ મેદાનમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ભારત સામે ઈતિહાસ રચી આપ્યો. ટેમ્બા બાવુમાની આગેવાનીમાં આફ્રિકન ટીમે ભારતીય ટીમને ૩૦ રનથી હરાવી ચોંકાવનારી જીત મેળવી. ખાસ વાત એ છે કે 15 વર્ષમાં પહેલી વાર કોઈ આફ્રિકન ટીમે ટેસ્ટ મેચમાં ભારતને હરાવ્યું છે. બે મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા હવે 1-0થી લીડમાં છે. પરંતુ આ હાર પાછળના કારણો બહુ ગંભીર છે અને દરેક મુદ્દો ભારતની બેટિંગ પર મોટા પ્રશ્નચિન્હ મૂકે છે.

Shubham-2

બેટ્સમેનોની શરમજનક બેટિંગ – T20 શૈલી મોંઘી પડી

આ આખી મેચ દરમિયાન ભારતીય બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. પ્રથમ ઇનિંગમાં ભારત ફક્ત 189 રન બનાવી શક્યું અને એકપણ બેટ્સમેન ફિફ્ટી બનાવી શક્યો નહીં. ટોપ ઓર્ડર વહેલી તકે તૂટી પડ્યો. મધ્યક્રમના બેટ્સમેનો એવી આક્રમક રીતથી રમતા દેખાયા જાણે તેઓ T20 મેચ રમી રહ્યા હોય.જોકે પિચ પર એવી બેટિંગ કરવી બિલકુલ યોગ્ય નહોતી. દરેક બેટ્સમેન બિનજરૂરી આક્રમકતા કારણે પોતાની વિકેટ ગુમાવી બેઠો. પરિણામે ભારતે નાની લીડ તો લીધી, પરંતુ મેચ હાથમાંથી દરમિયાન જ નીકળી ગઈ.

બીજી ઇનિંગમાં તો બેટિંગ વધુ ખરાબ પડી ભાંગી

દક્ષિણ આફ્રિકાએ 124 રનનો સરળ લાગતો લક્ષ્યાંક આપ્યો હતો. રમતનો ત્રીજો જ દિવસ હતો. છતાં ભારતની બીજી ઇનિંગ શરમજનક રીતે ફક્ત 83 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઓપનર્સ નિષ્ફળ રહ્યા, યશસ્વી બંને ઇનિંગમાં કંઈ કરી શક્યા નહીં. શરૂઆત ખરાબ થતાં જ બેટિંગ દબાણમાં ગાબડતી ગઈ અને કોઈ ભાગીદારી ઉભી થઈ જ નહીં.

સ્પિન સામે ભારતીયોનો સંઘર્ષ

આ મેચનું સૌથી ચોંકાવનારું દ્રશ્ય એ હતું કે સ્પિનર સામે રમવામાં મજબૂત માનાતી ભારતીય ટીમ જ સૌથી વધુ સંઘર્ષ કરતી દેખાઈ. પંત પહેલેજ બોલ પર અપ્રયોજ્ય શોટ રમ્યો. જુરેલે પોતાની વિકેટ ફેંકી દીધી. કોઈ પણ બેટ્સમેન લંબે ટકીને રમવા તૈયાર નહોતો. પરિણામે ઇનિંગ 83 રનમાં પૂરી થઈ ગઈ.

યશસ્વીનો ફ્લોપ શો, પંતમાં ધીરજનો અભાવ

યશસ્વી જૈસવાળનું બંને ઇનિંગનું પ્રદર્શન ભારતીય હારનું મોટું કારણ બન્યું. બીજી ઇનિંગમાં તો તે શૂન્ય પર આઉટ થયો. પંતે પ્રથમ ઇનિંગમાં 27 રન બનાવ્યા પરંતુ બીજી ઇનિંગમાં પહેલી જ બોલ પર હુમલાખોર શોટ રમતા આઉટ થયો. જ્યારે ટીમને સૌથી વધુ ધીરજ અને ટકાવારીની જરૂર હતી ત્યારે બંને મુખ્ય બેટ્સમેન નિષ્ફળ ગયા.

VTV Promo Image

કેપ્ટન ગિલની ઈજાએ ટીમને નબળી બનાવી

શુભમાન ગિલ પહેલી ઇનિંગમાં ફક્ત ત્રણ બોલ રમી શક્યો અને પછી ગરદનની સમસ્યાના કારણે મેદાન છોડી દેવુ પડ્યું. તે બીજી ઇનિંગમાં પણ બેટિંગ કરવા આવી શક્યો નહીં. ગિલની ગેરહાજરીએ ટીમને એક મહત્વનો બેટ્સમેન ઓછો પડી ગયો. આ હારનું સૌથી મોટું કારણ હતું—ધીરજની ખોટ. ૧૨૪ રનનો ટાર્ગેટ હોય ત્યારે ભાગીદારી અને સંયમ ખૂબ જરૂરી હતો, પરંતુ કોઈએ ટકીને રમવાનો પ્રયત્ન કર્યો જ નહીં. સુંદર એકમાત્ર એવો બેટ્સમેન રહ્યો જેણે 50થી વધુ બોલ રમ્યા. બાકીના બેટ્સમેનો તો 50 બોલ પણ નહોતા રમી શક્યા.

આ પણ વાંચો : ઈન્ડિયા-સા.આફ્રિકા ટેસ્ટ : સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ 153માં સમેટાઈ, ભારતને મળ્યો આટલો ટાર્ગેટ

મેચની સંપૂર્ણ તસવીર

દક્ષિણ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં 159 રન બનાવ્યા. ભારતે 189 રન બનાવી 30 રનની લીડ લીધી. ત્યારબાદ ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાને 153 રનમાં ઓલઆઉટ કર્યા, જેમાં બાવુમાએ અણનમ ૫૫ રન બનાવ્યા. ભારતને જીત માટે 124 રનનો ટાર્ગેટ મળ્યો, પરંતુ ટીમ 83 રનમાં ઓલઆઉટ થઈને મેચ 30 રનથી હારી ગઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Temba Bavuma Kolkata Test India vs South Africa

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ