ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'જે ઈચ્છતા હતા તેવી જ પિચ મળી પણ..', કોચ ગૌતમ ગંભીરે હારનું ઠીકરું કોની પર ફોડ્યું?

ક્રિકેટ / 'જે ઈચ્છતા હતા તેવી જ પિચ મળી પણ..', કોચ ગૌતમ ગંભીરે હારનું ઠીકરું કોની પર ફોડ્યું?

Published By: Pravin Joshi

Last Updated: 06:04 PM, 16 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા ટેસ્ટ બાદ પિચને લઈ વિવાદ થયો. પરંતુ કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે પિચ બરાબર ટીમની માંગ મુજબ હતી અને તેમાં બેટિંગ અશક્ય નહોતી. તેમણે કહ્યું કે આવી પરિસ્થિતિમાં માનસિક મજબૂતી અને મજબૂત ડિફેન્સ જ મહત્વનું હોય છે.

ADVERTISEMENT

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલા ટેસ્ટ બાદ પિચને લઇને ભારે ચર્ચાઓ થઈ રહી છે. અનેક ભૂતપૂર્વ ખેલાડીઓ અને સમીક્ષકોએ દાવો કર્યો કે પિચ બેટિંગ માટે અનુકૂળ નહોતી, પરંતુ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરએ આ તમામ ચર્ચાઓ પર બ્રેક લગાવતા સ્પષ્ટ કર્યું કે પિચ સંપૂર્ણપણે ટીમની માંગ મુજબ હતી અને તેમાં રન બનાવવું અશક્ય નહોતું. ગંભીરના નિવેદન બાદ સ્પષ્ટ થયું કે ટીમ મેનેજમેન્ટ પિચથી સંતોષ હતું અને હારનું મુખ્ય કારણ ખેલાડીઓની માનસિકતા અને ડિફેન્સની કમજોરી રહી.

ટેસ્ટ પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરએ જણાવ્યું કે, આ પિચ એવી જ હતી જેમની આપણે શોધ કરી રહ્યાં હતાં. ક્યુરેટરે અમને ખૂબ સપોર્ટ કર્યો. આ પિચ અનપ્લેયેબલ નહોતી. તેઓએ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં સ્કિલ કરતાં માનસિક મજબૂતી અને દબાણ ઝીલવાની ક્ષમતા વધુ મહત્વની છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આવી પરિસ્થિતિઓમાં મજબૂત ડિફેન્સ જ જીતની કુંજી છે.


ગંભીરએ જણાવ્યું કે પિચમાં કોઈ ડેમન્સ નહોતાં અને આ જ પિચ પર કેટલાક ખેલાડીઓએ રન પણ બનાવ્યા. અક્ષર પટેલ અને ટેમ્બા બાવુમાએ આ જ પિચ પર રન બનાવ્યા. 40માંથી મોટાભાગની વિકેટો સીમરોના ખાતામાં ગઈ. એટલે કે પિચમાં કોઈ અનોખી મુશ્કેલી નહોતી. માત્ર મજબૂત ડિફેન્સની જરૂર હતી. ગંભીરએ KL રાહુલ, બાવુમા અને વોશિંગટન સુંદરના ટેકનિકલ ડિફેન્સની પ્રશંસા કરી અને કહ્યું કે આવી પિચો પર રમી શકાય છે, જો માનસિક રીતે ખેલાડી તૈયાર હોય.

કોલકાતા પિચ તૈયાર કરનારા ક્યુરેટરની પ્રશંસા કરતાં ગંભીરએ કહ્યું કે ક્યુરેટરની ટીમે અમારું કામ સરળ બનાવ્યું. અમને એ જ સપાટીની જરૂર હતી અને એ જ મળી. આ જીત-હારનો પ્રશ્ન છે અને ટીમ તરીકે હારીએ છીએ, ટીમ તરીકે જ જીતીએ છીએ.

આ દરમિયાન દક્ષિણ આફ્રિકાએ ઇતિહાસ રચ્યો. ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળ દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને 124 રનનો નાનો લક્ષ્યાંક ચેઝ કરવા દીધો નહીં અને 30 રનથી ઐતિહાસિક જીત મેળવી. 15 વર્ષ પછી ભારતને ટેસ્ટમાં હરાવતી આફ્રિકાની ટીમની આ જીત વધુ યાદગાર બની. સિરીઝમાં દક્ષિણ આફ્રિકાએ 1-0ની લીડ લીધી છે અને હવે ભારત પર દબાણ વધી ગયું છે.
આ પણ વાંચો : ઈન્ડિયા-સા.આફ્રિકા ટેસ્ટ : સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગ 153માં સમેટાઈ, ભારતને મળ્યો આટલો ટાર્ગેટ

ઇડન ગાર્ડન્સમાં રમાયેલો ટેસ્ટ માત્ર પિચ માટે નહીં પરંતુ રમતમાં ઉત્પન્ન થયેલા દબાણ અને ખેલાડીઓની પરીક્ષા માટે યાદ રહેશે. ગંભીરના નિવેદન બાદ ચર્ચા સ્પષ્ટ બની છે—પિચ નહીં પરંતુ ખેલાડીઓની માનસિક તૈયારી હારનું મોટું કારણ બની.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GautamGambhir KolkataTest INDvsSA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ