ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ICC Rankings: ગિલ અને બાબર આઝમને ICC રેકિંગમાં ઝટકો, આ ખેલાડીએ મારી મોટી છલાંગ

સ્પોર્ટ્સ / ICC Rankings: ગિલ અને બાબર આઝમને ICC રેકિંગમાં ઝટકો, આ ખેલાડીએ મારી મોટી છલાંગ

Published By: Nidhi Panchal

Last Updated: 03:14 PM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICCએ નવી ODI રેન્કિંગ જાહેર કરી છે, જેમાં રોહિત શર્માએ ફરી પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. પરંતુ શુભમન ગિલ અને બાબર આઝમ માટે આ રેન્કિંગ નિરાશાજનક સાબિત થઈ છે, કારણ કે બંનેને એક-એક સ્થાનનું નુકસાન થયું છે.

ADVERTISEMENT

ક્રિકેટપ્રેમીઓ માટે એક નવી ખુશખબર આવી છે. ICCએ નવી ODI રેન્કિંગ જાહેર કરી છે અને આ વખતે પણ ભારતીય ફેન્સ માટે ગર્વનો ક્ષણ રહ્યો છે. પણ આ રેન્કિંગમાં કેટલાક ખેલાડીઓને મોટો ઝટકો પણ લાગ્યો છે. ચાલો જાણીએ વિગતે કે કોણ આગળ વધ્યો અને કોણ પાછળ સરક્યો.

shubhman-gill

નવી અપડેટ મુજબ, ટીમ ઈન્ડિયાના રોહિત શર્માએ ફરીથી પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે. તે હાલ 781 પોઈન્ટ સાથે ટોચ પર છે. રોહિતે સતત સારા પ્રદર્શનથી પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. બીજા ક્રમે અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન છે, જે 746 રેટિંગ સાથે રોહિતના તરત નીચે છે.

IND-AUS-3rd-ODI,

બે સ્થાનની મોટી છલાંગ

તે જ સમયે, ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલે બે સ્થાનની મોટી છલાંગ લગાવી છે. હવે તે 746 રેટિંગ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. તેની સતત ફોર્મ અને મોટી ઇનિંગ્સે તેને ટોચની યાદીમાં પહોંચાડ્યો છે. પરંતુ ભારતના નવા ODI કેપ્ટન શુભમન ગિલ માટે આ રેન્કિંગ થોડું નિરાશાજનક રહ્યું છે. તાજેતરમાં રન ન બનાવી શકવાને કારણે તેનો રેન્કિંગમાં ઘટાડો થયો છે. હવે તે 745 રેટિંગ સાથે ચોથા ક્રમે છે. એક સમય હતો જ્યારે ગિલ નંબર વન બેટ્સમેન હતો, પરંતુ છેલ્લા કેટલાક મેચોમાં તેની ફોર્મમાં ઘટાડો જોવા મળ્યો છે.

vtv app promotion

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ પણ એક સ્થાન નીચે સરકીને પાંચમા ક્રમે પહોંચ્યા છે. લાંબા સમય સુધી ટોચ પર રહેલો બાબર હવે 728 રેટિંગ પર છે. છેલ્લા થોડા સમયથી તેનો પ્રદર્શન સ્થિર નથી, જેના કારણે તેનો રેન્કિંગ ઘટ્યો છે.

આ પણ વાંચો : 'બંનેને જોડું લઈને મારીશ...', અભિષેક શર્મા અને ગિલે દરિયા કિનારે હરકતો કરી, ભડકી ગયો યુવરાજસિંહ

ટોચના 10 રેન્કિંગમાં મોટા ફેરફાર નથી જોવા મળ્યા. ભારતના શ્રેયસ ઐયર 9મા ક્રમે યથાવત છે. ન્યુઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રે ચાર સ્થાન આગળ વધીને 14મા ક્રમે સ્થાન મેળવ્યું છે, જ્યારે કેએલ રાહુલ એક સ્થાન નીચે સરકીને 16મા ક્રમે છે. આગામી દિવસોમાં અનેક ODI મેચો બાકી છે, એટલે રેન્કિંગમાં વધુ ફેરફાર થવાની પૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે શુભમન ગિલ અને બાબર આઝમ ફરી ટોચ પર કેવી રીતે વાપસી કરે છે, અને રોહિત શર્મા પોતાનું શાનદાર નંબર વન સ્થાન કેટલો સમય જાળવી રાખે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma ICC ranking Shubman Gill

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ