ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 'બંનેને જોડું લઈને મારીશ...', અભિષેક શર્મા અને ગિલે દરિયા કિનારે હરકતો કરી, ભડકી ગયો યુવરાજસિંહ

સ્પોર્ટ્સ / 'બંનેને જોડું લઈને મારીશ...', અભિષેક શર્મા અને ગિલે દરિયા કિનારે હરકતો કરી, ભડકી ગયો યુવરાજસિંહ

Published By: Vidhata Gothi

Last Updated: 11:50 AM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Abhishek Sharma, Shubman Gill in Australia: ભારતીય ટીમ T20 સીરીઝ રમવા માટે હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે. અહીં ગોલ્ડ કોસ્ટમાં રમાનારી ચોથી મેચ પહેલા અભિષેક શર્મા અને શુભમન ગિલે બીચ પર મસ્તી કરી, જેના પર યુવરાજ સિંહે રિએક્ટ કર્યું છે.

ADVERTISEMENT

હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. અહીં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે, જેમાં હાલમાં બંને ટીમો 1-1 થી બરાબરી પર છે. હવે ચોથી T20 મેચ 6 નવેમ્બરે ગોલ્ડ કોસ્ટમાં રમાવાની છે. ત્યારે ભારતીય ટીમ પણ ગોલ્ડ કોસ્ટ પહોંચી ગઈ છે. અહીં ટીમના બે ખેલાડીઓ બીચ પર મજા માણતા જોવા મળ્યા.

Abhishek-Shubman on Gold Coast beach: ગોલ્ડ કોસ્ટમાં બીચ પર મજા

ભારતીય ક્રિકેટના આગામી મોટા સ્ટાર અભિષેક શર્મા અને શુભમન ગિલ ચોથી T20 મેચ પહેલા ગોલ્ડ કોસ્ટના બીચ પર મજા માણવા પહોંચ્યા. તેઓએ બીચ પર મજા તો કરી જ, તેઓ શર્ટલેસ થઈને સમુદ્રમાં કૂદી પણ પડ્યા. ત્યારે હવે તેમની આ હરકત પર તેમના ગુરુ યુવરાજ સિંહ નારાજ છે અને ગુસ્સે થઈને તેમણે બંને ક્રિકેટર્સને જૂતાથી મારવાની ધમકી આપી દીધી છે.

Yuvraj Singh Reaction: યુવરાજ સિંહે બતાવ્યો અભિષેક અને ગિલને જૂતાનો ડર!

જણાવી દઈએ કે શુભમન ગિલ અને અભિષેક શર્મા બંને બાળપણના મિત્રો છે અને 13-14 વર્ષની ઉંમરથી સાથે ક્રિકેટ રમી રહ્યા છે. આ બંને યુવરાજ સિંહના શિષ્ય પણ છે. અભિષેક શર્માએ શુભમન ગિલ સાથેના તેમના મસ્તીભર્યા સમયના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. ત્યારે યુવરાજ સિંહને ગુસ્સો આવી ગયો. અભિષેકની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમણે પંજાબીમાં લખ્યું - 'જુતી લાવાં દોના દે' એટલે કે બંનેને જૂતાંથી મારીશ.

vtv app promotion

યુવરાજ સિંહે પણ કરી મજાક

સ્પષ્ટ છે કે યુવરાજ સિંહે મજાકમાં જ તેના શિષ્યોને જૂતાનો ડર બતાવ્યો છે. અભિષેક શર્મા અને શુભમન ગિલ બંને ટીમના સ્ટાર બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝમાં તેમના પર ઓપનિંગની જવાબદારી છે. સીરીઝની પહેલી ત્રણ T20 મેચમાં, અભિષેક શર્માએ એક જ મેચમાં અડધી સદી ફટકારી છે. શુભમન ગિલનું પ્રદર્શન અત્યાર સુધી વધારે પ્રભાવશાળી રહ્યું નથી.

આ પણ વાંચો: કારની સફાઈ કરતાં કરતાં હાર્દિક-માહિકાએ કંટ્રોલ ગુમાવ્યો, રોમેન્ટિક વીડિયો થયો વાયરલ

IND vs AUS T20 Series: યુવરાજ તેના શિષ્યો પાસેથી શું ઇચ્છશે?

ભારતને T20 સીરીઝ જીતવા માટે છેલ્લી બે મેચ જીતવી જરૂર છે અને યજમાન ઓસ્ટ્રેલિયાનો પણ આ જ ટાર્ગેટ હશે. એક ગુરુ તરીકે, યુવરાજ સિંહ પણ ઇચ્છશે કે તેના શિષ્યો મજા કરે. પરંતુ યુવરાજ સિંહ એવું પણ ઇચ્છશે કે તેઓ ભારતને સીરીઝ જિતાડીને પણ આવે, તેવી રીતે કે જેમ તેઓ એકલા હાથે ભારતને મેચ જીતડતા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shubman Gill Abhishek Sharma Abhishek-Shubman on Gold Coast beach

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ