બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કોહલીના બે સાથી પ્લેયર્સ, જેઓ અંડર-19 વર્લ્ડ કપમાં રહ્યાં જીતના હીરો, હવે કરી રહ્યાં છે આ કામ
Last Updated: 08:31 AM, 6 October 2025
2008ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવનાર ટીમના બે મુખ્ય સભ્યો આજે નવા રૂપમાં નજરે ચઢ્યા છે. તન્મય શ્રીવાસ્તવ અને અજિતેશ અર્ગલ હવે ક્રિકેટરો નહીં પરંતુ અમ્પાયર તરીકે સેવા આપી રહ્યા છે. હાલ ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે ચાલી રહેલી બિનસત્તાવાર ODI શ્રેણીમાં આ બંને ભૂતપૂર્વ ખેલાડીઓ મેદાન પર અમ્પાયરિંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT

37 વર્ષીય અજિતેશ અર્ગલ મધ્યમ ઝડપી બોલર હતા અને 2008ના કુઆલાલંપુર વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે મેન ઓફ ધ મેચ બન્યા હતા. બીજી તરફ, ડાબા હાથના ઓપનર તન્મય શ્રીવાસ્તવ તે ટુર્નામેન્ટમાં 262 રન બનાવીને ભારતીય વિજયમાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
તે ટુર્નામેન્ટમાં ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હતો. વિરાટ આજે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. તેણે ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તે હજુ ODI ક્રિકેટ રમી રહ્યો છે અને 19 ઓક્ટોબરથી શરૂ થનારી શ્રેણી માટે ટીમમાં સામેલ થયો છે.

ADVERTISEMENT
તન્મય શ્રીવાસ્તવે IPLની છેલ્લી સીઝનમાં પણ અમ્પાયરિંગ કરી હતી. તે પહેલાં તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ટેલેન્ટ સ્કાઉટ તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 2023માં શ્રીવાસ્તવ અને અર્ગલ બંનેએ BCCIની અમ્પાયરિંગ પરીક્ષા પાસ કરી હતી. ત્યારથી તેઓ રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયા એ સામેની આ શ્રેણી તેમની અત્યાર સુધીની સૌથી મોટી જવાબદારી છે.
ADVERTISEMENT
અજિતેશ અર્ગલની ખેલાડી તરીકેની સિનિયર કારકિર્દી સફળ રહી ન હતી. તેમણે માત્ર 10 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી. જ્યારે તન્મય શ્રીવાસ્તવએ લગભગ દસ વર્ષ સુધી ઉત્તર પ્રદેશ માટે 90 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી, પરંતુ તેઓ ક્યારેય ભારતીય સિનિયર ટીમ સુધી પહોંચી શક્યા ન હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : રોહિત શર્મા પાસેથી કેમ છીનવાઈ કેપ્ટનશીપ? એક-બે નહીં 5 કારણો જવાબદાર
ભારતીય ક્રિકેટમાં અમ્પાયરિંગનું ધોરણ વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યું છે, કારણ કે હાલમાં ફક્ત નીતિન મેનન જ ICC એલીટ પેનલમાં સામેલ છે. આ પરિસ્થિતિમાં અર્ગલ અને શ્રીવાસ્તવ જેવી નવી પેઢીના અમ્પાયરો માટે મોટો મોકો છે. જો તેઓ સતત સારું પ્રદર્શન કરશે તો ભવિષ્યમાં પહેલા ICC એમિરેટ્સ પેનલ અને પછી એલીટ પેનલ સુધી પહોંચવાની તેમની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.