ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / જસપ્રીત બુમરાહને BCCI આપશે રૂપિયા 18 કરોડ? પૂર્વ બોલિંગ કોચના નિવેદનથી ચર્ચા

સ્પોર્ટ્સ / જસપ્રીત બુમરાહને BCCI આપશે રૂપિયા 18 કરોડ? પૂર્વ બોલિંગ કોચના નિવેદનથી ચર્ચા

Published By: Priykant Shrimali

Last Updated: 02:44 PM, 2 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jasprit Bumrah : ભૂતપૂર્વ ભારતીય બોલિંગ કોચે બોમ્બે સ્પોર્ટ્સ એક્સચેન્જ પોડકાસ્ટ પર બુમરાહની ઈજાઓ વિશે ઘણું વિચારપૂર્વક વાત કરી

ADVERTISEMENT

Jasprit Bumrah : ક્રિકેટ જગતમાં તાજેતરના સમયમાં જોઈએ તો જસપ્રીત બુમરાહનું સ્થાન માત્ર ટીમ ઇન્ડિયા માટે જ નહીં પરંતુ આખી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમ છતાં એક પ્રશ્ન હંમેશાં આ ખેલાડી સાથે જોડાયેલો રહે છે,તેનું વારંવાર ઈજાગ્રસ્ત થવું. હમણાં જ ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ બુમરાહ પાંચમાંથી માત્ર ત્રણ ટેસ્ટ રમી શક્યો હતો. પહેલાં ઓસ્ટ્રેલિયામાં ઈજા, હવે ઈંગ્લેન્ડમાં ફરી પાછી તકલીફ.

બુમરાહને આરામ અને વળતર આપો : ભરત અરુણ

ભૂતપૂર્વ ભારતીય બોલિંગ કોચ ભરત અરુણે થોડાં દિવસો પહેલાં બોમ્બે સ્પોર્ટ્સ એક્સચેન્જ પોડકાસ્ટ પર બુમરાહની ઈજાઓ વિશે ઘણું વિચારપૂર્વક વાત કરી. તેમણે સ્પષ્ટતા કરી કે ફાસ્ટ બોલરો ત્રણેય ફોર્મેટ રમે – આ શક્ય નથી. તેમના કહેવા મુજબ ઇંગ્લેન્ડ શ્રેણી પહેલાં IPL રમાતી નથી, એ બુમરાહ માટે લાભદાયક હોત. બુમરાહ જેવા ખેલાડીઓને BCCIએ મહત્ત્વની શ્રેણી પહેલા આરામ આપવો જોઈએ અને તેમની જગ્યાએ વળતર આપવું જોઈએ. બોલરોનું રક્ષણ કરવું એ હવે જરૂરી બની ગયું છે.

ભરત અરુણના આ નિવેદનને કેટલીક તટસ્થ નજરે જોવામાં આવી રહી છે. તેમને એવી પણ સૂચન આપ્યું કે, BCCIએ એવું માળખું બનાવવું જોઈએ કે જેમાં ટીમના મુખ્ય બોલરોને આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે તંદુરસ્ત રાખી શકાય. ભરત અરુણ જેવું કહે છે તે પૂર્ણપણે સાચું છે કે, બોલરો મશીન નથી. તેમને નિયમિત આરામની જરૂર છે. પરંતુ IPL પણ ફક્ત રમત નહીં, એક મોટો વેપાર છે જ્યાં ખેલાડીઓ માત્ર ખેલાડીઓ નથી, પરંતુ બ્રાન્ડ છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડકપ પહેલા વધુ એક ખેલાડીએ લીધો સંન્યાસ, કહ્યું 'મને લાગે છે કે....'

શું BCCI આપશે 18 કરોડ રૂપિયા ?

જોકે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો બુમરાહ IPLમાંથી આરામ લે તો શું BCCI તેને તેની ગેરહાજરી માટે વળતર આપશે? વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમ દરેક સિઝનમાં બુમરાહને ₹18 કરોડ ચૂકવે છે. જો બુમરાહ આરામ લે તો સ્પષ્ટ છે કે તે આ રકમથી વંચિત રહેશે. આવી સ્થિતિમાં શું BCCI આ રકમ ભરી શકે? જો હા તો પણ મુંબઈ ઈન્ડિયન્સને થયેલ નાણાકીય અને રમતિયાળ નુકસાન માટે કોણ જવાબદાર હશે? ટીમે કેપ્ટન, બાઉલિંગ રણનીતિ અને બજેટ તમામ કંઈક વિચારીને બનાવ્યું હોય છે. બુમરાહના ન રહેવાના કારણે IPLની TRP અને દર્શકોની આકર્ષણ ક્ષમતા પણ અસરગ્રસ્ત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Team Bharat arun Jasprit Bumrah

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ