ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડકપ પહેલા વધુ એક ખેલાડીએ લીધો સંન્યાસ, કહ્યું 'મને લાગે છે કે....'

સ્પોર્ટ્સ / T20 વર્લ્ડકપ પહેલા વધુ એક ખેલાડીએ લીધો સંન્યાસ, કહ્યું 'મને લાગે છે કે....'

Published By: Vidhata Gothi

Last Updated: 09:21 AM, 2 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: એક દિગ્ગજ ખેલાડીએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. T20 વર્લ્ડ કપ 2026 પહેલા આ ખેલાડીની નિવૃત્તિથી ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.

ADVERTISEMENT

Mitchell Starc retires from T20Is: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે T20 વર્લ્ડકપ 2026 પહેલા એક આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. તેમણે ક્રિકેટના આ ફોર્મેટથી નિવૃત્તિ લઈ લીધી છે. આવી સ્થિતિમાં, 2026 માં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ માટે આ એક મોટો ઝટકો છે. તેમણે પોતાના શાનદાર કરિયરના અંતિમ તબક્કામાં ટેસ્ટ અને વનડે ક્રિકેટને પ્રાથમિકતા આપવાના ઇરાદા સાથે ટી20 ઇન્ટરનેશનલ કારકિર્દીને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલા છેલ્લા ટી20 વર્લ્ડકપ પછી 35 વર્ષીય ખેલાડીએ આ ફોર્મેટમાં ક્રિકેટ નથી રમી. તેમણે આ નિર્ણય ભારત અને શ્રીલંકામાં યોજાનારી આ મોટી ઇવેન્ટની આગામી આવૃત્તિના માત્ર છ મહિના પહેલા જ લીધો છે.

મિશેલ સ્ટાર્કે પોતાના નિવેદનમાં શું કહ્યું?

સ્ટાર્કે પોતાના નિવેદનમાં કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ હંમેશા મારા માટે પહેલી પ્રાથમિકતા રહી છે. મેં ઓસ્ટ્રેલિયા માટે રમેલી દરેક T20 મેચની દરેક મિનિટનો આનંદ માણ્યો છે, ખાસ કરીને 2021 વર્લ્ડ કપ, ફક્ત એટલા માટે નહીં કે અમે જીત્યા હતા, પરંતુ એટલા માટે પણ કે અમારી પાસે એક શાનદાર ટીમ હતી અને તે ટુર્નામેન્ટ દરમિયાન અમને રમવાની ખૂબ મજા આવી હતી. ભારતનો ટેસ્ટ પ્રવાસ, એશિઝ અને 2027માં ODI વર્લ્ડ કપને જોતાં, મને લાગે છે કે આ ટુર્નામેન્ટ માટે ફ્રેશ, ફિટ અને મારા શ્રેષ્ઠ દેખાવનો આ મારા માટે સારો રસ્તો છે. આ બોલિંગ યુનિટને એ ટુર્નામેન્ટ પહેલાની મેચોમાં T20 વર્લ્ડ કપ માટે તૈયારી કરવાનો સમય પણ આપે છે.

Vtv App Promotion 2

મિશેલ સ્ટાર્કેની T20I કારકિર્દી

સ્ટાર્ક 2021ના ​​T20 વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતા. તેને 2024ના T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. સ્ટાર્ક આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમનાથી આગાળ ફક્ત એડમ ઝામ્પા છે. 2012માં પાકિસ્તાન સામે શરૂ થયેલી 65 મેચની T20I કારકિર્દીમાં, સ્ટાર્કે 7.74 ની ઇકોનોમી રેટથી 79 વિકેટ લીધી હતી. એ પછીથી રમાયેલ છ T20 વર્લ્ડ કપમાંથી મિશેલ સ્ટાર્ક પાંચમાં રમ્યો છે, માત્ર 2016ની સીઝન ઈજાના કારણે નથી રમ્યા. 2014માં દુબઈમાં ઓસ્ટ્રેલિયાની ટાઇટલ જીતમાં હીરો રહ્યા હતા.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનની આખી ટીમે પોતાનો તમામ પગાર આપી દીધો દાન, 850 લોકોનો ગયો છે જીવ

તાજેતરમાં જ આ ખેલાડીઓ લીધી ODIમાંથી નિવૃત્તિ

આ દિગ્ગજ ફાસ્ટ બોલર અન્ય બે આંતરરાષ્ટ્રીય ફોર્મેટ, IPL અને અન્ય સ્થાનિક મેચોમાં રમવાનું ચાલુ રાખશે. T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈને તેઓ ઓસ્ટ્રેલિયાની બહુચર્ચિત નિવૃત્ત ખેલાડીઓની લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. ગયા વર્ષે ડેવિડ વોર્નરની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ ઉપરાંત, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસે પણ આ વર્ષે ODI માંથી નિવૃત્તિ લીધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mitchell Starc retires from T20Is Mitchel Starc Retirement Australia

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ