ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ફરી ચર્ચામાં ભારત-પાકિસ્તાન મેચ! BCCI સેક્રેટરીનું એશિયા કપને લઈ મોટું નિવેદન

સ્પોર્ટ્સ / ફરી ચર્ચામાં ભારત-પાકિસ્તાન મેચ! BCCI સેક્રેટરીનું એશિયા કપને લઈ મોટું નિવેદન

Published By: Priykant Shrimali

Last Updated: 11:35 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 : BCCI સચિવ દેવજીત સૈકિયાએ વિવાદો વચ્ચે યોજાનારી આ મેચ અંગે મોટું નિવેદન, ભારત સરકારે એક નીતિ બનાવી છે....

ADVERTISEMENT

Asia Cup 2025 : એશિયા કપને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં જ્યારથી એશિયા કપ 2025નું શેડ્યૂલ જાહેર થયું છે ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ચર્ચાનું કેન્દ્ર બની છે. ભારત-પાકિસ્તાન મેચ 14 સપ્ટેમ્બરે રમાનારી છે જેના કારણે ભારતીય સંસદમાં પણ હોબાળો મચી ગયો છે. હવે BCCI સચિવ દેવજીત સૈકિયાએ વિવાદો વચ્ચે યોજાનારી આ મેચ અંગે મોટું નિવેદન આપ્યું છે. સૈકિયા સ્પષ્ટપણે કહે છે કે, તેઓ સરકારના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપે છે.

BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું, BCCIનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે કે અમે ભારત સરકારના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ભારત સરકારે આ અંગે એક નીતિ બનાવી છે, જેનું અમારે પાલન કરવું પડશે. અમને પણ આ નીતિનું પાલન કરવામાં કોઈ વાંધો નથી.

નોંધનિય છે કે, 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. પહેલગામ આતંકવાદી હુમલાને કારણે સમગ્ર ભારતમાં પાકિસ્તાન સાથે મેચ રમવાનો વિરોધ થયો હતો.

આ પણ વાંચો : માત્ર 17 રન અને હાર્દિક પંડ્યા રચશે ઈતિહાસ, એશિયા કપમાં પહેલી વખત સર્જાશે મહારેકોર્ડ

BCCI ની પણ થઈ હતી આકરી ટીકા

એશિયા કપ 2025નું આયોજન BCCI એટલે કે ભારત પાસે હતું. આ મેચો ભારતમાં રમવાની હતી પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ વચ્ચે આગામી મેચો તટસ્થ સ્થળોએ યોજવા માટે કરાર થયો હતો. તેથી જ્યારે BCCI એશિયા કપ મેચો UAE માં યોજવા માટે સંમત થયું ત્યારે તે નિર્ણયની પણ ભારે ટીકા થઈ. ઉલ્લેખનીય છે કે,ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ મેચ 14 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 India-Pakistan match , BCCI BCCI

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ