ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / હોંગકોંગના નામે શરમજનક રેકોર્ડ દાખલ, પહેલી મેચમાં જ જુઓ કેવો કાંડ કરી નાખ્યો

Asia Cup 2025 / હોંગકોંગના નામે શરમજનક રેકોર્ડ દાખલ, પહેલી મેચમાં જ જુઓ કેવો કાંડ કરી નાખ્યો

Published By: Priykant Shrimali

Last Updated: 08:48 AM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 : મેચમાં પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા અને પછી...

ADVERTISEMENT

Asia Cup 2025 : એશિયા કપ 2025ની શરૂઆત શાનદાર રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે ટક્કર જોવા મળી હતી. આ તરફ આ મેચમાં અફઘાનિસ્તાને પોતાના પ્રભાવશાળી પ્રદર્શન સાથે 94 રનની વિજય સાથે એશિયા કપમાં શાનદાર પ્રવેશ કર્યો છે.

અફઘાનિસ્તાનનો તોફાની પ્રારંભ

મેચમાં પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. ઓપનર સિદ્દિકુલ્લાહ અટલે 73 રનની શાનદાર ઇનિંગ રમી જેમાં તેમણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. બીજી તરફ અઝમતુલ્લાહ ઓમરઝઈ 21 બોલમાં 53 રન ફટકારતા નઝર આવ્યા જેમાં 5 શાનદાર છગ્ગાનો સમાવેશ હતો.

હોંગકોંગના બેટ્સમેનોએ નજર ન મળી

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી હોંગકોંગની ટીમ સંપૂર્ણ રીતે દબાણ હેઠળ દેખાઈ. અફઘાનિસ્તાનના તીવ્ર અને સચોટ બોલિંગ આગળ હોંગકોંગના બેટ્સમેન એક પછી એક પેવેલિયન તરફ રવાના થયા. આખી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 94 રન બનાવી શકી. મેચ દરમિયાન હોંગકોંગના 9માંથી 7 બેટ્સમેન દહાવાં રનનો આંક પણ પાર કરી શક્યા ન હતા. ટીમના બે બેટ્સમેન નિજાકત ખાન અને કલ્હાન રન આઉટ થયા, જે ટીમ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

શરમજનક રેકોર્ડ પણ નોંધાયા

એશિયા કપ T20 ઈતિહાસમાં હોંગકોંગનો બીજો સૌથી મોટો પરાજય : 94 રનથી મળેલી આ હાર એશિયા કપ T20 ફોર્મેટમાં હોંગકોંગ માટે બીજી સૌથી મોટી હાર છે. પહેલો પરાજય 2022માં પાકિસ્તાન સામે 155 રનથી થયો હતો.

T20I માં સૌથી વધુ રન આઉટ થનારી ટીમ : 2024થી અત્યાર સુધીમાં હોંગકોંગના ખેલાડીઓ કુલ 34 વખત રન આઉટ થયા છે, જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ટીમ માટે સૌથી વધુ છે. આમાંથી 29 રન આઉટ ટોપ-7 બેટિંગ ક્રમના ખેલાડીઓ સાથે સંબંધિત છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાને હોંગકોંગને 94 રનથી હરાવ્યું, બેટ્સમેન બાદ બોલરોનો કમાલ

અફઘાનિસ્તાનના બોલરોનું શાનદાર પ્રદર્શન

અફઘાનિસ્તાનના બોલરો ખાસ કરીને સ્પિન વિભાગે દબદબાવાળું પ્રદર્શન કર્યું. દરેક બોલરએ સતત દબાણ જાળવી રાખ્યું, જેને કારણે હોંગકોંગના બેટ્સમેન યોગ્ય રીતે સ્ટ્રોક પણ રમી શક્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hong Kong Asia Cup 2025 Afghanistan

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ