બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:09 AM, 10 September 2025
બોલરોના જોરદાર પ્રદર્શનની મદદથી, અફઘાનિસ્તાને એશિયા કપ ગ્રુપ બી મેચમાં હોંગકોંગને 94 રનથી હરાવીને વિજયી શરૂઆત કરી. અફઘાનિસ્તાને સિદ્દિકુલ્લાહ અટલ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈની અડધી સદીની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 188 રન બનાવ્યા. જવાબમાં, હોંગકોંગની ટીમ 100 રન પણ બનાવી શકી નહીં અને 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 94 રન જ બનાવી શકી.
ADVERTISEMENT
હોંગકોંગની બેટિંગ સારી ન રહીં
હોંગકોંગે પહેલા ઓપનર અંશુમાન રથની વિકેટ ગુમાવી હતી જે ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો હતો. આ પછી અઝમતુલ્લાહે ઝીશાન અલીને આઉટ કર્યો હતો જે પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ નિઝાકત ખાન રન આઉટ થયો હતો જે ખાતું પણ ખોલી શક્યો ન હતો. તે જ સમયે, કલ્હાન ચલ્લુ પણ ચાર રન બનાવીને રન આઉટ થયો હતો. બાબરે કિંચિંત શાહ સાથે મળીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો અને બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે 21 રન ઉમેર્યા, પરંતુ નૂર અહેમદે કિંચિંતને આઉટ કરીને હોંગકોંગને બીજો ફટકો આપ્યો. કિંચિંત છ રન બનાવીને આઉટ થયો હતો.
ADVERTISEMENT
આ મેચમાં અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી ન રહી. અફઘાનિસ્તાનની ટીમે જલ્દી બે વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે. ઓપનર સેદીકુલ્લાહ અટલ અને અઝમતુલ્લાહ ઉમરઝાઈની અડધી સદીની મદદથી, અફઘાનિસ્તાને હોંગકોંગને 189 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અફઘાનિસ્તાને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT
અફઘાનિસ્તાનની ખરાબ શરૂઆત રહી હતી.
અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. અફઘાનિસ્તાન તરફથી સિદ્દિકુલ્લાહ અટલ અને રહેમાનુલ્લાહ ગુરબાઝે ઇનિંગ્સની શરૂઆત કરી, પરંતુ આ ઓપનિંગ જોડી મોટી ભાગીદારી કરી શકી નહીં. અફઘાનિસ્તાનની શરૂઆત સારી નહોતી અને 26 રનના સ્કોર પર તેણે બે વિકેટ ગુમાવી દીધી. અફઘાનિસ્તાનને રહેમાનુલ્લાહ ગુરબાઝના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો જે પાંચ બોલમાં છગ્ગાની મદદથી આઠ રન બનાવીને આઉટ થયો. આ પછી ઇબ્રાહિમ ઝદરાન પણ એક રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. આયુષ શુક્લાએ હોંગકોંગને શરૂઆતી સફળતા અપાવી. આ પછી અતિક ઇકબાલે ઝદરાનને વિકેટકીપર ઝીશાન અલીના હાથે કેચ કરાવ્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.