ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / સુરતના સમાચાર / મહિલા ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં ગુજરાતી કોચનો સિંહફાળો, કોચિંગ એવું કે શીખવે તે ખેલાડી સો ટચનું સોનું
Last Updated: 07:32 PM, 4 November 2025
ADVERTISEMENT
કહેવાય છે ને કે “ગુરુ જો જોરદાર હોય તો શિષ્ય પણ વિજેતા બને જ.” હાલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ગૌરવપૂર્વક ઊંચું કર્યું છે, પરંતુ આ જીતની પાછળ એક એવા કોચનો હાથ છે જેના વિશે ઘણા લોકોને ખબર પણ નહીં હોય અને એ કોચ છે સુરતના અપૂર્વ દેસાઈ. હા, તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આ ઐતિહાસિક જીત પાછળ એક ગુજરાતી કોચ છે, જેમણે છેલ્લા ઘણા વર્ષોથી દેશની મહિલા ક્રિકેટરોને તૈયાર કરી વિશ્વ સ્તરે પહોંચાડ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અપૂર્વ દેસાઈનો જન્મ સુરતમાં થયો હતો. તેઓએ 1996-97 દરમિયાન રણજી ટ્રોફી સુધી ક્રિકેટ રમ્યું હતું, પરંતુ એક ઈન્જરીને કારણે તેમની ખેલાડી તરીકેની સફર અચાનક અટકી ગઈ. છતાં પણ તેઓએ હાર સ્વીકારી નહોતી. ઈંગ્લેન્ડ જઈને ત્યાં પ્રોફેશનલ ક્રિકેટ રમ્યા અને સાથે કોચિંગ આપવાનું શરૂ કર્યું. પછી 2005માં સુરત પરત આવીને “સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એકેડેમી” સાથે જોડાઈ ગયા.

ADVERTISEMENT
ત્યાંથી તેમણે કોચિંગ ક્ષેત્રમાં પોતાના પગ મજબૂત કર્યા. કોચિંગના લેવલ-1, લેવલ-2 અને લેવલ-3ની ક્વોલિફિકેશન પૂર્ણ કર્યા બાદ તેઓ 2010માં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) સાથે જોડાયા. ત્યાંથી શરૂઆત થઈ તેમના સુવર્ણ કારકિર્દીની. છેલ્લા 20 વર્ષમાં અપૂર્વ દેસાઈએ ભારતની અનેક રાજ્યોની ટીમો ગુજરાત, આંધ્રપ્રદેશ, ઝારખંડ સાથે કામ કર્યું છે. એટલું જ નહીં, તેઓ IPLની કેકેઆર (Kolkata Knight Riders) ટીમ સાથે પણ જોડાઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરતના સી.કે. પીઠાવાલા ગ્રાઉન્ડ પર શેફાલી વર્મા હરિયાણા માટે રેલ્વે સામેની મેચ રમી રહી હતી ત્યારે જ તેમને BCCI તરફથી કોલ આવ્યો કે તેઓ વર્લ્ડ કપ માટે પસંદ થઈ છે. આ ફોન કોલ પછી શેફાલી સીધી ટીમમાં જોડાઈ અને સેમિફાઇનલ તથા ફાઇનલમાં રમતાં ભારતને જીત અપાવી.
અપૂર્વ દેસાઈ આજે ભારતની મહિલા ક્રિકેટની સફળતાના શિલ્પી છે. સુરતની ધરતી પરથી ઉઠેલો આ કોચ આજે આખા દેશનું ગૌરવ છે. તેમની કોચિંગ હેઠળ ઉભરતી મહિલા ક્રિકેટરો વિશ્વસ્તરે ભારતનું નામ ચમકાવી રહી છે. કહેવાય છે ને – સાચો કોચ એ જ હોય છે જે ખેલાડીને જીતની દિશા બતાવે અને અપૂર્વ દેસાઈ એનું ઉદાહરણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT