ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / ફાઈનલ જીત માટે બેંગલુરુનું પલડું ભારે!GTએ આપ્યો સાવ આસાન ટાર્ગેટ, કોહલીની ટીમની જીતની સંભાવના

IPL 2026 / ફાઈનલ જીત માટે બેંગલુરુનું પલડું ભારે!GTએ આપ્યો સાવ આસાન ટાર્ગેટ, કોહલીની ટીમની જીતની સંભાવના

Published By: Nidhi Panchal

Last Updated: 10:00 PM, 31 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2026ની ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. RCBના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતને 20 ઓવરમાં 155 રન સુધી જ સીમિત રાખ્યું અને હવે બેંગલુરુને જીત માટે 156 રનનો લક્ષ્યાંક મળ્યો છે

ADVERTISEMENT

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2026ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ સમયે રજત પાટીદારે જણાવ્યું હતું કે પીચ બેટિંગ માટે સારી દેખાઈ રહી છે અને મેચ દરમિયાન તેમાં વધારે ફેરફાર થવાની શક્યતા નથી. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલ અને સાઈ સુદર્શન સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ગુજરાતે ઝડપી રનની આશા જગાવી હતી, પરંતુ RCBના બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવી દીધું હતું.

GT

પ્રથમ ઓવરમાં 13 રન બનાવ્યા

ગુજરાત ટાઇટન્સે પ્રથમ ઓવરમાં 13 રન બનાવ્યા હતા અને ટીમ સારી શરૂઆત તરફ આગળ વધી રહી હતી. જોકે 2.2 ઓવરમાં જ શુભમન ગિલ 8 બોલમાં 10 રન બનાવીને જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં સાઈ સુદર્શન પણ 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બંને ઓપનરોના આઉટ થતાં ગુજરાતની ઇનિંગ પર મોટો પ્રભાવ પડ્યો હતો. પાવરપ્લે પૂર્ણ થતાં ગુજરાતનો સ્કોર માત્ર 45 રન હતો અને ટીમે પોતાની બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.

ત્રીજો ઝટકો નિશાંત સિંધુના રૂપમાં

ગુજરાતને ત્રીજો ઝટકો નિશાંત સિંધુના રૂપમાં લાગ્યો હતો. તેણે 20 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી હતી. 9 ઓવરમાં ગુજરાતનો સ્કોર 3 વિકેટે 59 રન હતો અને મેચ પર RCBનું સંપૂર્ણ નિયંત્રણ જોવા મળતું હતું. ત્યારબાદ જોસ બટલર પણ લાંબી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. કૃણાલ પંડ્યાની ચતુર બોલિંગ સામે બટલર સ્ટમ્પ આઉટ થયો અને 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ગુજરાતની મુશ્કેલીઓ સતત વધતી ગઇ

મિડલ ઓવરોમાં ગુજરાતની મુશ્કેલીઓ સતત વધતી ગઈ હતી. અરશદ ખાને માત્ર 6 બોલમાં ઝડપી 15 રન બનાવ્યા હતા, પરંતુ જોશ હેઝલવુડે તેને પણ આઉટ કરી દીધો હતો. 14.1 ઓવરમાં ગુજરાતનો સ્કોર 5 વિકેટે 99 રન હતો. ત્યારબાદ રાહુલ તેવતિયા અને વોશિંગ્ટન સુંદરએ થોડો સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો. 16 ઓવર પછી ટીમનો સ્કોર 115 રન સુધી પહોંચ્યો હતો અને આશા હતી કે ગુજરાત અંતિમ ઓવરોમાં મોટો સ્કોર ઉભો કરશે.

5

વોશિંગ્ટન સુંદર માત્ર 7 રન બનાવીને

પરંતુ અંતિમ તબક્કામાં પણ ગુજરાતને સતત ઝટકા લાગતા રહ્યા હતા. વોશિંગ્ટન સુંદર માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ જેસન હોલ્ડર પણ ભુવનેશ્વર કુમારની શાનદાર બાઉન્સર સામે 7 રન બનાવીને કેચ આઉટ થયો હતો. ગુજરાતની બેટિંગ લાઈનઅપ સંપૂર્ણપણે દબાણ હેઠળ જોવા મળી હતી અને કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો.

આ પણ વાંચો : IPL 2026 Final LIVE : IPL ફાઈનલમાં ગુજરાતનો સ્કોર 150 ને પાર, રાશિદ ખાન આઉટ

20મી ઓવરમાં રાશિદ ખાને પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને સ્કોર વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બીજા જ બોલ પર તે કેચ આઉટ થઈ ગયો હતો. તેણે 7 રન બનાવ્યા હતા. આ સાથે ગુજરાત ટાઇટન્સની ઇનિંગ 20 ઓવરમાં 155 રન પર સમાપ્ત થઈ હતી. RCB તરફથી જોશ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, કૃણાલ પંડ્યા અને રસિક સલામ દારે શાનદાર બોલિંગ કરી હતી. હવે IPL 2026ની ટ્રોફી જીતવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 20 ઓવરમાં 156 રન બનાવવાના રહેશે. અમદાવાદના ભરચક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે તમામ નજરો RCBની બેટિંગ પર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Final Gujarat Titans RCB

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ