બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Spokesperson Minister Rishikesh Patel's Statement on State Government OBC Reservation

BIG NEWS / OBC અનામત જાહેરાત: OBCને 27 ટકા અનામત: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને લઈને ગુજરાત સરકારનું મોટું એલાન, SC-STના અનામતમાં ફેરફાર નહીં

Dinesh

Last Updated: 10:09 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ કહ્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરાઈ હતી જેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે

  • રાજ્ય સરકારની OBC અનામત અંગે મોટી જાહેરાત
  • પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
  • '27 ટકા ઓબીસી અનામતની ભલામણ સ્વીકારવામાં આવી'

 

OBC અનામત જાહેરાત: ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરાઈ છે. પ્રવક્તા મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને OBC અનામત અંગે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ઝવેરી પંચના રિપોર્ટ અંગે વિસ્તૃત માહિતી આપી છે. પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ઝવેરી પંચના રિપોર્ટની અસરકારક તપાસ કરવામાં આવી છે. ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણ કરાઈ હતી, ST અને SC અનામત યથાવત રાખવાની ભલામણ કરાઈ હતી. જેનો રાજ્ય સરકારે સ્વીકાર કરી લીધો છે. 

'ઓબીસીને 27 ટકા અનામતની ભલમાણનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો'
પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને STના અનામતમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં તેમજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામતની ભલામણ કરાઈ જેનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. વધુમાં ઉમેર્યું કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે 10 ટકા અનામત OBCને આપવામાં આવી છે તે અનામત યથાવત રહેશે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં OBC અનામત 27 ટકા ફાળવવામાં આવી છે

ઓબીસી અનામત વધતા આટલી બેઠકો વધશે
ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં 27 ટકા ઓબીસી અનામત આપવામાં આવી છે. ઝડપથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય તેમાં રસ છે,  હાલના સિમાંકન પ્રમાણે ચૂંટણી કરવામાં આવશે, નવા સિમાંકન હાલ નહી કરાય. બેઠકો અંગે માહિતી આપતા કહ્યું કે,  જિલ્લા પંચાયતમાં ઓબીસી બેઠક 105 હતી જે હવે 205 થશે, કુલ 229 બેઠકો થઈ છે. જ્યારે તાલુકા પંચાયતમાં બેઠક 506 હતી જે હવે 994 થઈ. ગ્રામ પંચાયત બેઠકો ૧૨,૭૦૦ હતી જે ૨૩ હજાર કરતા વધુ થશે. મનપાની 67 ઓબીસી બેઠક હતી જે 183 થશે. તેમજ નગર પાલિકામાં ઓબીસી બેઠકો 156 હતી, જે 481 વધતા હવે 1282 થાય છે.

કમિશનની ભલાણમ ઓબીસી વસ્તી 

  • નગરપાલિકા 53.36%
  • મનપા 39.44%
  • ગ્રામ્ય વિસ્તારોમાં 54%

અત્રે જણાવી દઈએ કે, કેબિનેટની બેઠકમાં ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર કરાયો છે. સ્થાનિક પંચાયતમાં ઓબીસી અનામત મુદ્દે પંચે રિપોર્ટ કર્યો છે. મહત્વનું છે કે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી અનેક પંચાયતમાં OBC બેઠક ખાલી છે. 

ઝવેરી પંચે ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો હતો રિપોર્ટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે ઝવેરી પંચની રચના કરવામા આવી હતી. આ દરમિયાન જસ્ટિસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી ત્યારે તેને 90 દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ ઝવેરી પંચ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હતો. અધ્યક્ષ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષતામાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

27.5 ટકા OBC અનામત આપવાની કરી હતી રજૂઆત 
ત્યારબાદ પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે એસ ઝવેરીએ વીટીવી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટના જજમેન્ટ, વિવિધ હાઈકોર્ટના જજમેન્ટના આધારે રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપી દેવાયો છે. જેમાં દરેક રાજકીય પક્ષને સાંભળવામાં આવ્યા છે. દરેક પક્ષનું માનવું છે કે નોકરીની જેમ જ અનામત આમાં પણ આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે નોકરીની જેમ 27.5 ટકા ઓબીસી અનામત આપવાની રજૂઆત હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આધારે અમે વસ્તીના આધારે રિપોર્ટ સોંપ્યો છે. હવે આ મામલે સરકાર પોતાનો નિર્ણય લેશે! રિપોર્ટ સોંપ્યા પછી આયોગની કોઈ જવાબદારી નહીં, સરકાર જ નિર્ણય લેશે. વધુમાં દર વર્ષે ઓબીસી અનામત બાબતો રિપોર્ટ આ પ્રકારે આપવો જોઈએ તેવા સુપ્રીમના નિર્દેશના આધારે ભલામણ કરી છે. જેમાં ઓબીસીની વસ્તી આધારે બેઠકો થશે.

વિપક્ષે અનેકવાર સરકારને ઘેરી
ઉલ્લેખનીય છે કે ઓબીસી અનામત મુદ્દે વિપક્ષે અનેક વખત સરકારને ઘેરી છે. રાજ્યમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. ત્યારે ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત આપવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે.

નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓ.બી.સી. અનામત માટેની સંસ્થાવાર બેઠકો નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સમર્પિત આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ