બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Special prayers on the day of Devuthi Ekadashi

ધર્મ / દેવપ્રબોધિની એકાદશીએ કરો તુલસીના છોડનું દાન, ભગવાન વિષ્ણુ આપશે શુભ કાર્યોની અનુમતિ

Published By: Parth

Last Updated: 09:25 PM, 6 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુલસીને માતા કહેવાય છે કેમકે તુલસી પત્ર ચરણામૃતની સાથે ગ્રહણ કરવાથી અનેક રોગ દુર થાય છે. શાલીગ્રામ સાથે તુલસીનો આધ્યાત્મિક વિવાહ દેવ ઉઠી એકાદશીએ થાય છે. તેના પાન આખુ વર્ષ દેવ પુજનમાં ઉપયોગમાં લેવાય છે. તુલસી અકાળ મૃત્યુથી બચાવે છે.

  • શાલીગ્રામ સાથે તુલસીનો આધ્યાત્મિક વિવાહ દેવ ઉઠી એકાદશીએ થાય છે
  • દેવપ્રબોધિની એકાદશી દિવાળી બાદ આવતું સૌથી મોટુ પર્વ 
  • આ દિવસને વિશેષ પુજા અર્ચના સાથે મનાવવામાં આવે છે

 દેવઉઠી એકાદશીએ દેવતાઓ જાગૃત થાય છે

હરિ પ્રબોધિની એકાદશીને દેશી ભાષામાં દેવઉઠી એકાદશી પણ કહેવાય છે. આ તિથિના દિવસે તુલસીજી પૃથ્વી લોકથી વૈંકુઠ લોકમાં જાય છે. દેવતાઓ જાગૃત થાય છે અને તેમની સમસ્ત શક્તિ પૃથ્વી લોકમાં આવીને લોક કલ્યાણકારી બની જાય છે. શુક્રવારના રોજ આ વર્ષે દેવપ્રબોધિની એકાદશી ઉજવાશે.

આ દિવસે થાય છે તુલસી અને વિષ્ણુ પુજન 

દેવપ્રબોધિની એકાદશી દિવાળી બાદ આવતું સૌથી મોટુ પર્વ છે. આ દિવસે બે મોટી માન્યતાઓ છે કે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના શયન પછી જાગીને શુભ કાર્યો ફરી પ્રારંભ કરવાની આજ્ઞા આપે છે અને બીજું એ કે આ દિવસે તુલસી વિવાહ સંપન્ન થાય છે.આ દિવસે તુલસી અને વિષ્ણુ પુજન સાથે એ કામના કરાય છે કે ઘરમાં આવનારા મંગલમય કાર્ય વિધ્ન વગર સંપન્ન થાય. તુલસીનો છોડ પર્યાવરણ અને પ્રકૃતિ માટે પણ સારો છે. તેથી આ દિવસે એ સંદેશ પણ અપાય છે કે ઔષધીય છોડ તુલસીની જેમ દરેક વ્યક્તિમાં હરિયાળી અને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતાનો પ્રસાર થાય. આ દિવસે તુલસીના છોડનું દાન પણ કરાય છે.

પુજન સાથે વ્રત રાખવાનું પણ ખુબ મહત્ત્વ

ભારતીય પંચાંગ અનુસાર પણ એકાદશીની તિથિનું મહત્ત્વ ખુબ જ છે. આ દિવસને વિશેષ પુજા અર્ચના સાથે મનાવવામાં આવે છે. આ દિવસથી વિવાહ ઉપરાંત જનોઇ, ગૃહપ્રવેશ જેવા મંગલ કાર્યોને સંપન્ન કરવાની શરુઆત થઇ જાય છે. આ દિવસે પુજન સાથે વ્રત રાખવાનું પણ ખુબ મહત્ત્વ છે. મહિલાઓ આ દિવસે આંગણામાં ગેરુ અને રંગોથી રંગોળી કરે છે. મંડપ શણગારે છે અને તુલસી વિવાહ સાથે ગીત ગાઇને તેમજ ભજન કરીને ઉત્સવ ઉજવે છે.

આટલું કરો
- ક્ષીરસાગરમાં શયન કરી રહેલા શ્રીહરિ વિષ્ણુને જગાવીને માંગલિક કાર્યોની શરુઆત કરાવવાની પ્રાર્થના કરો
- મંદિર અને ઘરમાં ભગવાન લક્ષ્મીનારાયણની પુજા-અર્ચના કરો
- મંડપમાં શાલિગ્રામની પ્રતિમા અને તુલસીનો છોડ મુકી તેમનો વિવાહ કરાવો
- પ્રબોધિની એકાદશીએ શાલિગ્રામ, તુલસી અને શંખની પુજા કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.
- ઘરમાં રંગોળી બનાવો જેથી નકારાત્મક શક્તિઓ દુર થાય
- ઘરને દિવડાઓથી રોશન કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu Tulsi Plant tulsi vivah Dharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ