બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / Spam callથી છો પરેશાન? તો તુરંત મોબાઇલમાં આ ફીચરને ઓન કરી દો, મળશે છૂટકારો
Last Updated: 03:00 PM, 10 August 2024
ઘણી વખત આપણી સાથે એવું થાય છે કે કોઈ જરૂરી કામમાં હોય અને ત્યારે જ Spam call આવે. જેના કારણે જરૂરી કામમાં ડિસ્ટર્બ થાય છે. ક્યારેક ક્યારેક તો એક દિવસમાં 4થી5 વખત આવા કોલ આવે છે. જેનાથી યુઝર્સ પરેશાન થઈ જાય છે. ક્યારેક લોનના નામ પર કોલ કરશે તો ક્યારેય ક્રેડિટ કાર્ડમાં સ્પેશિયલ ઓફર્સને લઈને કોલ આવે છે.
ADVERTISEMENT
યુઝર્સ આ Spam callથી બચવા માટે DND Modeનો પણ ઉપયોગ કરે છે. પરંતુ વધારે સમય સુધી DND Mode ઓન રાખીએ તો જરૂરી કોલ પણ મિસ થઈ જાય છે. માટે જો તમે સ્પામ કોલથી છુટકારો મેળવવા માંગો છો તો બસ તમારા એન્ડ્રોયડ ફોનમાં અમુક સેટિંગ્સને બદલી નાખો. તેના બાદ તમને Spam callથી પરેશાની નહીં થાય.
ADVERTISEMENT
Spam callથી આ રીતે મળશે છુટકારો
હકીકતે Spam callથી બચવા માટે Android યુઝર્સને અમુક સેટિંગ્સ બદલવા પડે છે જેના બાદ સ્પામ કોલ્સ ઓટોમેટિક બ્લોક થઈ જશે.
સૌથી પહેલા તમને એન્ડ્રોયડ સ્માર્ટફોનના ફોન એપ કે કોલિંગ વાળા એપ પર જવાનું રહેશે. ત્યાં તમને ત્રણ ડોટ દેખાશે. આ ત્રણ ડોટ પર તમને ક્લિક કરવાનું રહેશે. તેના બાદ તમને સેટિંગ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમને સામે Caller ID અને Spam callનો ઓપ્શન મળશે. જેના પર યુઝર્સે ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ તમને બે ઓપ્શન મળશે. અહીં તમને સ્પામ નંબરની ઓળખ કરનાર સેટિંગને ઓન કરવાનું રહેશે. પછી સ્પામ કોલ ફિલ્ટરને ઓન કરવાનું રહેશે. તેના બાદ તમે સ્પામ કોલની મુશ્કેલીથી બચી જશો.
વધુ વાંચો: 'અમે ઉડીને નથી આવ્યાં, અમે ક્યાંક નહીં જઇએ', બાંગ્લાદેશ હિંસા વચ્ચે હિન્દુઓની ભાવુક અપીલ
સેટિંગ બદલતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
સેટિંગ ચેન્જ કર્યા બાદ સ્પામ કોલ ઓટોમેટિક બ્લોક થઈ જશે. પરંતુ જે નંબર પહેલાથી સ્પામ માર્ક નથી, ફોન તેને બ્લોક નહીં કરી શકે. તેના ઉપરાંત આ વાત પર પણ ધ્યાન રાખો કે આ સેટિંગના ઓન થયા બાદ ઘણા જરૂરી કોલ્સ પણ બ્લોક થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.