ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO : સાથી મિત્રોને જોઈને જ ખુશીથી ઝૂમી ઉઠી સુનિતા વિલિયમ્સ, સ્પેસમાંથી આવ્યો ઉજવણીનો વીડિયો

વિશ્વ / VIDEO : સાથી મિત્રોને જોઈને જ ખુશીથી ઝૂમી ઉઠી સુનિતા વિલિયમ્સ, સ્પેસમાંથી આવ્યો ઉજવણીનો વીડિયો

Last Updated: 03:35 PM, 16 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 9 મહિનાથી અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ટૂંક સમયમાં પૃથ્વી પર પાછા ફરવાના છે. નાસાનું ક્રૂ-10 તે બંનેને લેવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પહોંચી ગયું છે.

ADVERTISEMENT

અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર છેલ્લા 9-10 મહિનાથી અવકાશમાં ફસાયેલા છે. તો તે સાથે તેમના પૃથ્વી પર પાછા ફરવાની તૈયારીઓ પુર ઝડપે વધી રહી છે. નાસાનું ક્રૂ-10 મિશન આ માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચી ગયું છે.

ફ્લોરિડા ઉતરશે અવકાશયાત્રીઓ

નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન 9 રોકેટ દ્વારા ડ્રેગન સ્પેસક્રાફ્ટ પર ક્રૂ-10 મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં 4 અવકાશયાત્રીઓનો સમાવેશ થાય છે. જેમાં અમેરિકા, રશિયા અને જાપાનના 2 અવકાશયાત્રીઓનો સમાવેશ થાય છે. સફળ ડોકીંગ પ્રક્રિયા અને હેચ ખોલ્યા પછી ક્રૂ-10 ના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને મળ્યા. દરેક એકબીજાને ગળે મળતા અને વિદાય આપતો વીડિયો વાયરલ થયો છે. હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો હવામાન સારું રહેશે તો બંને અવકાશયાત્રીઓને આવતા અઠવાડિયે ફ્લોરિડાના દરિયાકાંઠાની નજીકના પાણીમાં ઉતારવામાં આવશે.

મસ્કનું સ્પેસએક્સ લાવશે પરત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશમાંથી પરત લાવવાની જવાબદારી એલોન મસ્કને સોંપી છે. મસ્કની કંપની સ્પેસએક્સે પણ તેના પર કામ શરૂ કરી દીધું હતું. જો કે ટેકનિકલ કારણોસર ક્રૂ-10નું લોન્ચિંગ 15 માર્ચ 2025 ના રોજ મુલતવી રાખવામાં આવ્યું હતું.

વધુ વાંચો: ટ્રેન હાઇજેક બાદ હવે બલુચિસ્તાનમાં સેનાના વાહન પર હુમલો, 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાનો દાવો

6 મહિના અવકાશ મથકમાં વિતાવશે

સુનિતા અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી રવાના થયેલા અવકાશયાત્રીઓની નવી ટીમમાં નાસાની એન મેકલેન અને નિકોલ આયર્સનો સમાવેશ થાય છે. તે બંને લશ્કરી પાઇલટ છે. આ ઉપરાંત જાપાનના તાકુયા ઓનિશી અને રશિયાના કિરિલ પેસ્કોવ પણ અવકાશમાં ગયા છે અને બંને ઉડ્ડયન કંપનીઓના ભૂતપૂર્વ પાઇલટ છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર રવાના થયા પછી આ ચાર લોકો આગામી 6 મહિના અવકાશ મથકમાં વિતાવશે. આ સમયગાળો સામાન્ય માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NASA Crew 10 Sunita Williams Space
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ