બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / Sovereign Gold Bond Scheme 2020-21 Series XI before budget 2021

બજેટ 2021 / સોનાને લઈને સારા સમાચાર, મોદી સરકારે સસ્તુ સોનું ખરીદવા આપી તક

Gayatri

Last Updated: 10:48 AM, 1 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટના દિવસે કેન્દ્ર સરકારે રોકાણકારોને સસ્તામાં સોનું ખરીદવાની ઉત્તમ તક આપી.

  • શું જોઈએ ખરીદી માટે
  • ટેકસ બચાવી શકો છો
  • Sovereign Gold Bond ખરીદવાના ફાયદા

સરકારના Sovereign Gold Bond Scheme 2020-21 Series XI ફરી એકવાર રોકાણકારો માટે પરત આવી ગયા છે. તમે આ યોજનામાં 1 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી 2021 સુધી રોકાણ કરી શકો છો. આમાં સરકાર બજારમાંથી ઓછા દરે સોનાની ખરીદી કરવાની તક આપે છે. 

બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ દીઠ 4,912 રૂપિયા

RBIએ સોનાના બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ દીઠ 4,912 રૂપિયા નક્કી કરી છે. Sovereign Gold Bond Scheme 2020-21 Series XI નો આ અગિયારમો પ્રસંગ છે. આ બોન્ડ્સની ફાઈનલ ડેટ 9 ફેબ્રુઆરી 2021 છે.

શું જોઈએ ખરીદી માટે

Sovereign Gold Bond Scheme 2020-21 Series XI  ખરીદવા માટે તમારી પાસે પાનકાર્ડ હોવુ જરૂરી છે. રોકાણદાર આ બોન્ડ ઓનલાઈન પણ ખરીદી શકે છે. તે ઉપરાંત બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કેટલીક પોસ્ટ ઓફિસઅને NSEતેમજ BSE જેવા સ્ટોક એક્સચેંજથી તમે તેની ખરીદી કરી શકો છો. 

ટેકસ બચાવી શકો છો

Sovereign Gold Bond Scheme 2020-21 Series XI માં એક નાંણાકીય વર્ષમાં એક વ્યક્તિ વધારેમાં વધારે 400 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે. તો ઓછામાં ઓછુ રોકાણ 1 ગ્રામનું હોવુ જરૂરી છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર તમે ટેકસ બચાવી શકો છો. બોન્ડને ટ્રસ્ટી વ્યક્તિઓ, HUF, ટ્રસ્ટ વિશ્વવિદ્યાલયો અને ધાર્મિક સંસ્થાઓને વેચાણ માટે પ્રતિબંઘિત કરાશે.


Sovereign Gold Bond ખરીદવાના ફાયદા

Sovereign Gold Bond પર વર્ષે 2.5 ટકા વ્યાજ મળશે.
રોકાણકારોએ ઓછામાં ઓછુ 1 ગ્રામનો બોન્ડ ખરીદવાની સુવિધા મળે છે.
રોકાણકારોને ગોલ્ડ બૉન્ડના બદલામાં લોન લેવાની સુવિધા પણ મળે છે.
પૂંજી અને વ્યાજ બંન્નેની સરકારી ગેરેંટી મળે છે.
ઈન્ડિવિઝ્યૂઅલને લોન્ગ ટર્મ કેપિટલ ગૈન ટેકસ નહિ દેવો પડે.
ઉધાર લેવા માટે ગોલ્ડ બૉન્ડનો ઉપયોગ કોલેટ્રલના રૂપમાં કરાઈ શકે છે.
તે ઉપરાંત ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા પર TDS પણ કપાતુ નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2021 Gold union budget 2021 બજેટ 2021 Budget 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ