બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / South Superstar Thalapathy Vijay's Dunk at the Box Office, LEO Has Done Amazingly in 11 Days, The Movie Earned Billions

મૂવી / બોક્સ ઑફિસ પર સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજયનો ડંકો, 11 દિવસમાં LEOએ કરી બતાવ્યો કમાલ, ફિલ્મે કરી અબજોમાં કમાણી

Dinesh

Last Updated: 10:42 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Leo : લીયો ફિલ્મે 11 દિવસમાં એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે, આ ફિલ્મે વિશ્વભરમાંથી 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે

  • સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ લીયોની ધમાલ
  • લીયો ફિલ્મે 11 દિવસમાં એક મોટો રેકોર્ડ બનાવી લીધો 
  • લીયો 500 કરોડનો આંકડો પાર કરનારી ચોથી તમિલ ફિલ્મ બની

વર્તમાનમાં બોક્સ ઓફિસ પર સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ લીયો ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનો ચાહકોમા જબરદસ્ત ક્રેઝ છે. જ્યારે પણ તેની કોઈ નવી ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે તેને ચાહકોનો ભરપૂર પ્રેમ મળી રહે છે અને તે કમાણી પણ જોરદાર કરે છે. અત્રે જણાવીએ કે, તાજેતરમાં ફિલ્મ લીઓ 19 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. વિજયની આ ફિલ્મને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેની એક્શનથી ભરપૂર સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. જેના કારણ ફિલ્મ રિલીઝ થયાને માત્ર 11 દિવસ જ થયા છે અને તેણે 11 દિવસમાં એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. આ ફિલ્મે વિશ્વભરમાંથી 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે

વિજયની લીઓ ફિલ્મનો રેકોર્ડ
એક અહેવાલ મુજબ 29 ઓક્ટોબરના રોજ લીયોએ વિશ્વભરમાંથી 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે, ત્યારબાદ ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી 509 કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 310 કરોડ રૂપિયાનો બિઝનેસ માત્ર ભારતમાં જ થયો છે. તમને જણાવી દઈએ કે, લિયો 500 કરોડનો આંકડો પાર કરનારી ચોથી તમિલ ફિલ્મ બની છે. અગાઉ આ યાદીમાં, 2.0 પ્રથમ સ્થાને, PS 1 બીજા સ્થાને અને જેલર ત્રીજા સ્થાને છે.

લીઓનું બજેટ શું છે?
લીઓ બનાવવામાં મેકર્સે ઘણા પૈસા ખર્ચ્યા છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું બજેટ 250 થી 300 કરોડની વચ્ચે છે. જોકે માત્ર 11 દિવસમાં વિજયની ફિલ્મે બજેટ કરતાં લગભગ બમણી કમાણી કરી હતી અને આ ટ્રેન્ડ હજુ પણ યથાવત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ