બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / south korean dog meat eating fest

ક્રૂરતા / આ દેશમાં વેચાઈ રહ્યું છે શ્વાનનું સૂપ, તસવીરો જોઇને મગજ ચકરાઈ જશે

Published By: Parth

Last Updated: 04:01 PM, 22 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ કોરિયામાં શ્વાનના માંસ ખાવા અંગે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે. સાઉથ કોરિયાના લોકો Boknal ઉત્સવ ઉજવવા માટે શ્વાનનું માંસ ખાય છે એવામાં શ્વાન માટે લોકોને જાગૃત કરતી સંસ્થાએ આ મુદ્દે એવી જાણકારી આપી છે જે જોઇને મગજ ચકરાઈ જશે.

  • શ્વાનને ખરાબ રીતે ટોર્ચર કરતા હોવાનો આરોપ 
  • ગરમીના દિવસોમાં લોકો ખાય છે ડૉગ મીટ 
  • અમુક કોરિયન્સ પણ હવે કરી રહ્યા છે વિરોધ 

સાઉથ કોરિયામાં શ્વાનને ખાવાનો એક ઉત્સવ થાય છે જેને Boknal કહેવામાં આવે છે. આ ઉત્સવમાં લોકો શ્વાનના માંસનું સૂપ પીવા આવે છે. NoToDogMeat નામના એક એનિમલ રાઈટ ચેરિટીએ અમુક તસવીરો શેર કરી છે.  

NoToDogMeat લોકોને શ્વાન પ્રત્યે જાગૃત કરે છે ને જે જગ્યા પર તેમનું માંસ અને સૂપ વેચાઈ રહ્યું હોય ત્યાં પહોંચીને વિરોધ પણ કરે છે. NoToDogMeatએ પોતાની બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે આજે પણ સાઉથ કોરિયામાં કેટલાક લોકો એવા છે જે શ્વાનને ખાવાની પરંપરામાં વિશ્વાસ રાખે છે. તે લોકો શ્વાનનું સૂપ પીવે છે અને અહિયાં સુધી કે ફાર્મ અને સ્ટ્રે ડોગ્સને તેના માટે ટોર્ચર કરવામાં આવે છે. તેમને પાંજરામાં રાખવામાં આવે છે. 

અહેવાલ અનુસાર સાઉથ કોરિયાના લોકોનું માનવું છે કે બોક્નાલ દરમિયાન વધુમાં વધુ ડૉગ મીટ ખાવું જ જોઈએ. જુલાઈથી ઓગસ્ટ સુધી સૌથી વધારે ગરમી હોય છે એવામાં ત્યાંના લોકો ડૉગ મીટની મજા માણે છે.  

NoToDogMeatના સીઈઓએ કહ્યું કે 'ગયા વર્ષે અમારા લોકોએ માર્કેટમાં શ્વાનને કોલર બાંધીને રાખવામાં આવ્યા હતા. લોકો આવતા અને પછી તેમને સિલેક્ટ કરીને તેમને કપાવતા હતા.' નોંધનીય છે કે હવે સાઉથ કોરિયાની ઘણી બધી સંસ્થાઓ ડૉગ મીટ મુદ્દે વિરોધ કરી રહી છે. ટ્વિટર પર પણ કેટલાક લોકો આ મુદ્દે વિરોધ દર્શાવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Festival South Korea dog meat south korea

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ