બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / South African wicketkeeper batsman Quinton de Kock married Sasha Harley in 2016 To a cheerleader in the IPL

મેચમાં દિલ મેચ / PHOTOS : IPLમાં ચિયરલીડરને દિલ દઈ બેઠો હતો આ ખેલાડી, કરી લીધા લગ્ન, ખૂબસૂરત તસવીરો જોઈ રહી જશો દંગ

Pravin Joshi

Last Updated: 05:38 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે વર્ષ 2016માં સાશા હાર્લી સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત IPL દરમિયાન થઈ હતી અને ત્યારપછી બંને વચ્ચે ફેસબુક પર વાતચીત શરૂ થઈ હતી.

  • ક્વિન્ટન ડી કોકે વર્ષ 2016માં સાશા હાર્લી સાથે લગ્ન કર્યા 
  • બંનેની પહેલી મુલાકાત IPL દરમિયાન થઈ હતી 
  • ડી કોકની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે વર્ષ 2016માં સાશા હાર્લી સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત IPL દરમિયાન થઈ હતી અને ત્યારપછી બંને વચ્ચે ફેસબુક પર વાતચીત શરૂ થઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમનો વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક મેદાન પર તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. ડી કોકની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી.

મેચ જીતીને દિલ હારી બેઠો IPLનો તોફાની ખેલાડી, ચાલુ ઈનિંગમાં પડ્યો  ચીયરલીડરના પ્રેમમાં, પરણીને ઘેર પણ લઈ ગયો I quinton de kock love story  cheerleaders sasha hurly

ક્વિન્ટન ડી કોકની પત્નીનું નામ સાશા હાર્લી છે અને તે પહેલા પણ ચીયરલીડર રહી ચૂકી છે. ડી કોક IPL સિઝન દરમિયાન પહેલીવાર સાશાને મળ્યો હતો. આ પછી સાશાએ ડી કોકને મેચમાં જીત બદલ અભિનંદન આપવા ફેસબુક દ્વારા મેસેજ કર્યો હતો.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Quinton De Kock (@qdk_12)

બંને વચ્ચેની વાતચીત ફેસબુક દ્વારા શરૂ થઈ અને ધીમે ધીમે આગળ વધતી ગઈ. અહીંથી જ બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી. વર્ષ 2015 માં ડી કોક અને સાશાએ સગાઈ કરવાનો નિર્ણય કર્યો. આ પછી બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા.

મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીએ ચીયરલીડર સાથે કર્યા લગ્ન, મેચ બાદ થયો હતો પ્રેમ  | Mumbai Indians player Quinton De Cock married cheerleader

સાશા હાર્લેએ વર્ષ 2022માં પુત્રીને જન્મ આપ્યો હતો. ક્વિન્ટન ડી કોક અને સાશાએ તેમની પુત્રીનું નામ કિયારા રાખ્યું છે. બંને અવારનવાર પોતાની દીકરીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Quinton De Kock (@qdk_12)

સાશા હાર્લી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ સિવાય તેને પ્રાણીઓ પ્રત્યે પણ ઘણો લગાવ છે. સાશા અવારનવાર તેના પાલતુ પ્રાણીઓ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. શાશાને પણ મુસાફરી કરવી ખૂબ ગમે છે.

Image

ક્વિન્ટન ડી કોકને IPLની 16મી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ તરફથી માત્ર 4 મેચમાં રમવાની તક મળી હતી. ડી કોકે આ 4 ઇનિંગ્સમાં 35.75ની એવરેજથી કુલ 143 રન બનાવ્યા. તેમાં 1 અડધી સદીની ઇનિંગ્સનો પણ સમાવેશ થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ