બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Souls appear', Bollywood's bold actress born in Junagadh had this disease

પરવીન બર્થડે / 'આત્માઓ દેખાય છે', જુનાગઢમાં જન્મેલી બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસને હતી આ બીમારી, થાય તો ચેતજો

Hiralal

Last Updated: 05:14 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીતેલા જમાનાની ખૂબસુરત અને બોલ્ડ એક્ટ્રેસ પરવીન બાબીનો આજે જન્મદિવસ છે. તેના જન્મદિવસે તેની હેરાનીભરી વાતો સામે આવી છે.

બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસ પરવીન બાબી જન્મ ગુજરાતના જુનાગઢમાં થયો હતો અને તે અમદાવાદમાં ભણી હતી. 4 એપ્રિલ 1954ના રોજ વલી મોહમ્મદ ખાનના ઘરે જૂનાગઢમાં દીકરી પરવીન બાબીનો જન્મ થયો હતો. તેનો પરિવાર જૂનાગઢના નવાબોના પરિવારનો હતો. પરવીન બાબીનો જન્મ તેના માતા-પિતાના લગ્નના 14 વર્ષ બાદ થયો હતો. પરવીન માત્ર 5 વર્ષની હતી ત્યારે તેના પિતા વલી મોહમ્મદનું અવસાન થયું હતું, તેથી તેની માતા જમાલ બખ્તે બાબીએ અમદાવાદમાં એકલા રહીને તેનો ઉછેર કર્યો હતો. માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ પરવીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી મેળવી હતી.

  • નાનપણથી બોલ્ડ, મોર્ડન કપડાં પહેરીને ખુલ્લેઆમ સિગરેટ પીતી

પરવીન બાબી નાનપણથી જ અત્યંત બોલ્ડ હતી. મોર્ડન કપડાં પહેરીને ખુલ્લેઆમ સિગરેટ પીતી પરવીન ઘણીવાર લોકોનું ધ્યાન ખેંચતી હતી. આ જ કારણ છે કે માત્ર 18 વર્ષની ઉંમરમાં પરવીનને મોટા મોડલિંગ પ્રોજેક્ટ મળવા લાગ્યા હતા.

જ્યારે સિક્કા પડવા લાગ્યાં ત્યારે બની માનસિક રોગનો ભોગ 
પરવીન તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તેને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ નામના અસાધ્ય રોગનું નિદાન થયું હતું. તે પોતાની બીમારીને દુનિયાથી ગુપ્ત રાખવા માગતી હતી પરંતુ તેના વ્યવહારમાં આવેલા ફેરફારોથી બધાને ખબર પડી હતી કે તે આ બીમારી છે. 

પરવીન બાબીની કઈ ફિલ્મો હીટ રહી 
દિવાર (1975), અમર અકબર એન્થની (1977), ધ બર્નિંગ ટ્રેન (1980), શાન (1980), કાલિયા (1981), નમક હલાલ (1982) જેવી ડઝનબંધ ફિલ્મો સુપરહીટ રહી. 

શું છે પેરાનોઈડ સ્કિઝોફ્રેનિઆ
બોલીવુડની કરિયરની ટોચે હતી ત્યારે જ પરવીન બાબીને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ નામનો રોગ થયો હતો. નાનપણથી આ રોગથી પીડિત હોવાનું પણ કહેવાય છે. પરવીનના ઘણા પ્રેમીઓમાંના એક કબીર બેદીએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં પરવીનના બાળપણ વિશે કેટલીક ચોંકાવનારી વાતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે પરવીનને નાનપણથી જ આત્માઓ દેખાતી હતી. આ પુસ્તક પ્રકાશિત થયા પહેલા બોલીવૂડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કબીરે પરવીન બાબી વિશે વાત કરી હતી. "તેની (પરવીનની) સમસ્યાઓ એક બાળક તરીકે શરૂ થઈ હતી કારણ કે તેને ઘરની આસપાસના સ્મારકોમાં આત્માઓ દેખાતી હતી. તેમણે કહ્યું કે પરવીન બાબીનું મુઘલ બાદશાહ હુમાયુ સાથે પણ કનેક્શન નીકળ્યું છે. પરવીન બાબીના વડવાંઓ હુમાયુંને ત્યાં કામ કરતાં હતા. ઉલ્લેખનીય છે કે પેરાનોઈડ સ્કિઝોફ્રેનિયોનો પીડિત દર્દને બધા પર શક પડે છે. 

3 દિવસ સુધી સડતી રહી હતી લાશ
ડિપ્રેશનથી પીડિત પરવીન બાબીનું 20 જાન્યુઆરી 2005ના રોજ  50 વર્ષની વયે મોત થયું હતું. તેની લાશ 3 દિવસ સુધી સડતી રહી હતી. ત્રણ દિવસ ખબર પડી કે પરવીનનું મોત થઈ ચૂક્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ