બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Son killed father in Botad, police registered complaint

ઘર કંકાસ / ગઢડાના પીપળ ગામે દિકરાએ જ પિતાની દાંતરડાના ઘા ઝીંકી હત્યા કરી નાખી, પોલોસી તપાસ હાથ ધરી

Malay

Last Updated: 09:47 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Botad Crime News: બોટાદના ગઢડાના પીપળ ગામે પુત્રએ દાંતરડાના ઘા ઝીંકી કરી પિતાની હત્યા, પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.

  • બોટાદના પીપળ ગામનો બનાવ 
  • પુત્રએ કરી પિતાની હત્યા 
  • ઘરકંકાસમાં કરી પિતાની હત્યા 

બોટાદ જિલ્લામાંથી હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો છે. બોટાદના પીપણ ગામે કળિયુગી પુત્રએ દાંતરડાના ઘા ઝીંકીને પિતાની કરપીણ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે હત્યારા પુત્ર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પુત્રએ દાંતરડાના ઘા ઝીંકી કરી પિતાની હત્યા 
મળતી માહિતી અનુસાર, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળ ગામે ગઈકાલે પિતા-પુત્ર વચ્ચે કોઈવાતને લઈને બોલાચાલી થઈ હતી, જે બાદ ઉશ્કેરાઈ જઈને પુત્રએ દાંતરડાથી પિતા પર હુમલો કર્યો હતો. જેમાં પિતાનું મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરાતા ગઢડા પોલીસની ટીમ તાત્કાલિક પીપળ ગામ ખાતે દોડી આવી હતી. જે બાદ પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. 

પોલીસે નોંધ્યો ગુનો 
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ પરિવાર મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે અહીં આવ્યો હતો. સાથે પુત્રએ ઘરકંકાસમાં પિતાની હત્યા કરી હોવાનો પણ ખુલાસો થયો હતો. પિતા-પુત્રના પ્રેમને શર્મસાર કરતો કિસ્સો સામે આવતા હત્યારા પુત્ર પ્રત્યે ફિટકાર વ્યાપી છે. હાલ મૃતકના ભત્રીજાએ પોતાના પિતરાઈ ભાઈ સામે નોંધાવી ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

અમદાવાદમાં પુત્રએ કરી હતી માતાની હત્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ આવો બનાવ અમદાવાદમાં બન્યો હતો. જેમાં અમદાવાદના બાપુનગરમાં ભગતીનગર પાસેના મકાનમાં પુત્રએ વૃદ્ધ માતાની લોખંડના હથોડાના ઘા મારી હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાને લઈ બાપુનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જે બાદ પુત્રના આવું પગલુ ભરવા પાછળનું કારણ જાણવા માટે પોલીસે જીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ