બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Some super foods should be consumed to avoid seasonal diseases

હેલ્ધી ટિપ્સ / અનેક બીમારીઓમાં ઔષધીનું કામ કરશે આ 5 સુપરફૂડ્સ, આજથી જ શરૂ કરી દો, બીમારીઓ ગાયબ!

Pooja Khunti

Last Updated: 02:46 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખજૂર ઊર્જાનો ભંડાર છે અને તેને ખાલી પેટ ખાવાથી તમને બમણી ઊર્જા મળશે. રોજ ખાલી પેટે બે ખજૂર ખાવાથી શરીરમાં એનર્જી અને સ્ટેમિના વધે છે. આ સાથે તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

  • મોસમી રોગોથી બચવા માટે કેટલાક સુપરફૂડનું સેવન કરવું જોઈએ
  • પપૈયામાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે
  • પલાળેલા અખરોટ ખાવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે

ઋતુ કોઈ પણ હોય સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શિયાળો અને ઉનાળો આ બંને સિઝનમાં વાયરલ કે બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે. જેના કારણે રોગોનું જોખમ વધી જાય છે. મોસમી રોગોથી બચવા માટે કેટલાક સુપરફૂડનું સેવન કરવું જોઈએ. આ સુપરફૂડ્સ તમને બીમારીઓથી તો દૂર રાખશે જ પરંતુ શરીરના વિકાસમાં પણ મદદરૂપ થશે. રોજ ખાલી પેટ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. જાણો આ ફૂડ્સ વિશે, જે તમને બીમારીઓથી દૂર રાખશે.

પપૈયા
પપૈયામાં વિટામીન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તેને ખાલી પેટ ખાવામાં આવે તો તે શરીરને ડિટોક્સ કરવા માટે એક ઉત્તમ વિકલ્પ છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. જો તમને કબજિયાત સંબંધિત કોઈ સમસ્યા છે, તો તમને તેમાંથી પણ રાહત મળશે.

ખજૂર 
ખજૂર ઊર્જાનો ભંડાર છે અને તેને ખાલી પેટ ખાવાથી તમને બમણી ઊર્જા મળશે. રોજ ખાલી પેટે બે ખજૂર ખાવાથી શરીરમાં એનર્જી અને સ્ટેમિના વધે છે. આ સાથે તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

પલાળેલા ડ્રાઈ ફ્રૂટ્સ 
પલાળેલા અખરોટ ખાવાથી પણ ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. સૌ પ્રથમ, અખરોટને પાણીમાં પલાળી રાખો અને તેને સવારે ખાલી પેટ ખાઓ. અખરોટ હેલ્ધી ફેટ અને પ્રોટીનથી સમૃદ્ધ છે. જે શરીરમાં ઊર્જા વધારવામાં મદદ કરે છે.

વાંચવા જેવું: મિત્ર કે આસપાસના લોકોની આ ખરાબ આદતના કારણે પણ તમને થઈ શકે છે કેન્સર, 50થી 60 ટકા કેસમાં આ જ મુખ્ય કારણ 

કેળા અને સફરજન
જો તમે ખાલી પેટ કેળા અને સફરજન ખાઓ છો, તો તે શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય રોજ એક સફરજન ખાવાથી રોગો પણ દૂર રહે છે. સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ