બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / some interesting stories of Bhagat Singh related to his life

શહીદ દિવસ / માત્ર 23 વર્ષની ઉંમરે દેશ માટે થઈને જીવ આપી દીધો, દરેક ભારતીયને ખબર હોવી જોઈએ શહીદોની આ શૌર્યકથા

Khyati

Last Updated: 12:22 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

23 વર્ષની વયે પોતાના દેશ માટે બલિદાન આપનાર ભગતસિંહની જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ જિંદગી બદલાઇ

  • 21 માર્ચ એટલે શહીદ દિવસ
  • 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ સહિત તેમના સાથીઓને અપાઇ ફાંસી
  • 23 વર્ષની વયે હસતા હસતા દેશ માટે શહીદ થયા હતા 

અંગ્રેજોથી ભારતને આઝાદી અપાવવા માટે આ દેશના અનેક સપૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું.આ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપી હતી. અંગ્રેજો સામે અવાજ ઉઠાવનાર અને તેમના સિતમનો બદલો લેવા કે તેઓને ભાન કરાવવા માટે જાનની બાજી લગાવી દેનાર તમામ સપૂતોને આજના દિવસે યાદ કરવા જોઈએ. આ ઈતિહાસ શહીદ ભગતસિંહ વિના ક્યારેય પૂર્ણ થઈ શકે તેમ નથી. માત્ર 23 વર્ષની ઉંમરે ભગતસિંહ તેમના સાથીઓ સાથે હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા હતા.

કરોડો યુવાનોના પ્રેરણા સ્ત્રોત

ભગતસિંહ અને તેમના સાથીઓના બલિદાનને દર વર્ષે શહીદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. બલિદાનના 91 વર્ષ પછી પણ ભગતસિંહ અને સ્વતંત્ર ભારત વિશેના તેમના વિચારો યાદ કરવામાં આવે છે. ત્યારે જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. જે આજે પણ કરોડો યુવાનોને પ્રેરણા આપે છે.

જલિયાવાલા બાગમાં લીધી હતી શપથ

જલિયાવાલા બાગ હત્યાકાંડની શહીદ વીર ભગતસિંહના જીવન પર ઊંડી અસર પડી હતી. વર્ષ 1919માં અંગ્રેજોના આ હત્યાકાંડે ભગતસિંહનું જીવન બદલી નાખ્યું. તે સમયે ભગતસિંહ માત્ર 12 વર્ષના હતા. કહેવાય છે કે ભગતસિંહે જલિયાવાલા બાગમાં જ અંગ્રેજ શાસન સામે લડવાની પ્રતિજ્ઞા લીધી હતી.

સ્વતંત્રતા વિશે શું વિચારતા ભગતસિંહ ?

આઝાદી અંગે ભગતસિંહના વિચારો તદ્દન અલગ હતા. તેમનું માનવું હતું કે અંગ્રેજો દેશ છોડી દેશે ત્યારે ભારતને આઝાદી નહીં મળે. ભારત ત્યારે આઝાદ થશે જ્યારે આ દેશ એવો સમાજ બનશે જ્યાં કોઈ કોઈનું શોષણ ન કરે.

પંજાબમાં રજા જાહેર 

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માનને શહીદ ભગત સિંહના મહાન અનુયાયી માનવામાં આવે છે. તેમણે શહીદ દિવસના દિવસે પંજાબમાં સરકારી રજા પણ જાહેર કરી છે.  આ દિવસે ભગવંત માને ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમણે લખ્યું કે  હું શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની અપ્રતિમ શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશની આઝાદી માટે પોતાનું અમૂલ્ય પ્રાણ ન્યોછાવર કરનારા મહાન શહીદોના સપનાને સાકાર કરીને પંજાબને ભ્રષ્ટાચાર મુક્ત, સમૃદ્ધ અને સુવર્ણ પંજાબ બનાવીએ.

 

પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

ત્યારે આજે શહીદ દિવસ નિમિતે પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. દેશના વીર જવાનો વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને પીએમ મોદીએ અને બીજા ઘણા સેલિબ્રિટિઝ પણ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

 

PM મોદીએ લખ્યું હતું કે, આઝાદીના અમર સેનાની વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને શહીદ દિવસ પર કોટી-કોટી નમન. ભારત માતાના પરાક્રમી સપૂતોના હિંમત અને પરાક્રમની કહાની આ દેશને હંમેશા પ્રેરિત કરતી રહેશે. જય હિંદ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ